સુરતમાં બનેલ ગ્રીષ્મા હત્યાકાંડે લોકોને ધ્રુજાવી દીધા હતા. આ ઘટનાને મહિનો વીતી ગયો હોવા છતાંપણ લોકોના કાનમાં ગ્રીષ્માની કિકિયારીઓ ગુંજી રહી છે. તો બીજી તરફ ગ્રીષ્માના પરિવારની આંખમાંથી હજુપણ આંસુ નથી સુકાયા. તેમની બસ એક જ માંગણી છે કે ગ્રીષ્માના હત્યારાને કડકમાં કડક સજા આપવામાં આવે.
ગ્રીષ્માની હત્યા કરનાર ફેનીન હાલ લાજપોર જેલમાં છે. તાજેતરમાં તેને કોર્ટમાં હાજર કરવામાં આવ્યો હતો. ત્યારે આરોપી ફેનિલે ડીસ્ટ્રીક જ્જને એવું કહ્યું જે સાંભળીને ત્યાં ઉપસ્થિત તમામ લોકો સ્તબ્ધ થઇ ગયા. ગ્રીષ્માના હત્યારા ફેનિલે આજે કોર્ટમાં મુખ્ય જિલ્લા ન્યાયાધીશને કહ્યું કે હું તમને મળવા માગું છું.
ફેનિલની આ માંગણી સાંભળીને ડીસ્ટ્રીક જજ પણ ચોંકી ગયા હતા. તેમણે ખુલ્લી કોર્ટમાં આરોપી ફેનિલને કહ્યું કે તમને આરોપી તરીકેના તમામ હકો આપવામાં આવશે પણ કોઈ વીઆઈપી સુવિધા નહિ. અગાઉ પણ તમે કોર્ટમાં લાડુ ખાવા માટેની માંગણી કરી હતી. તમને માત્ર આરોપી તરીકેના હકો જ આપવામાં આવશે.
ગ્રીષ્મા હત્યા કેસમાં અત્યાર સુધીમાં 90 જેટલા સાક્ષીઓની જુબાની લેવામાં આવી છે. હજુ આગામી બે દિવસોમાં બાકી રહેલા સાક્ષીઓની જુબાની લઈને ટ્રાયલ પુરી કરવામાં આવશે. તમામ કાર્યવાહી પૂર્ણ થતા આવતા અઠવાડિયામાં ગ્રીષ્મા હત્યા કેસનો ચુકાદો આવે તેવી સંભાવના છે.
ગ્રીષ્મા હત્યા કેસની ટ્રાયલ ખુબ જ ઓછા દિવસોમાં પુરી થવાની સંભાવના છે. પ્રાપ્ત માહિતી અનુસાર જયારે
બળાત્કારનો ગુનો બને ત્યારે તેમાં ઓછા સાક્ષીઓ હોવાને કારણે ટ્રાયલ ઝડપથી પૂર્ણ થઇ શકે છે. પરંતુ હત્યાના કેસમાં પોલીસ તપાસ ઉપરાંત પોલીસે એકઠા કરેલા પુરાવાના આધારે સાક્ષીઓની જુબાની લઈને કાર્યવાહી કરવામાં આવતી હોવાથી વધારે સમય લાગે છે. પરંતુ ગ્રીષ્મા હત્યા કેસની ટ્રાયલ ખુબ ઝડપથી પૂર્ણ થવાની સંભાવના છે.