ગ્રીષ્માના પરિવારને પાંચ લાખ વળતર આપવાની જાહેરાત, પહેલો એવો કેસ બનશે જેમાં શરૂ ટ્રાયલે જ વળતર અપાશે

Gujarat

સુરતના પાસોદરા વિસ્તારમાં ગત 12 ફેબ્રુઆરીએ એકતરફી પ્રેમમાં પાગલ યુવક ફેનિલે 21 વર્ષીય યુવતીની સરાજાહેર હત્યા કરી નાખી હતી. આ કેસ અંગે કોર્ટમાં કાર્યવાહી ચાલી રહી છે. આ કેસમાં કુલ 90 જેટલા સાક્ષીઓની જુબાની લેવામાં આવી છે. પોલીસની ટિમ પણ આ અંગે જુદા જુદા પુરાવા એકઠા કરી રહી છે.

ત્યારે આ ગ્રીષ્મા હત્યા કેસમાં બુધવારે જિલ્લા સેવા સત્તામંડળ દ્વારા ગ્રીષ્માના પરિવાર જનોને પાંચ લાખનું વળતર આપવાની જાહેરાત કરવામાં આવી હતી. આ સુરતનો પ્રથમ એવો કેસ છે જેમાં ચાલુ ટ્રાયલે જ મૃતકના પરિવારને પાંચ લાખ વળતર આપવામાં આવશે. આવો કિસ્સો પહલ કયારેય પણ બન્યો નથી.

આ અંગે મુખ્ય જિલ્લા સરકારી વકીલ નયન સુખડાવાલાએ જણાવ્યું હતું કે આ કેસમાં ટ્રાયલ શરૂ થાય એ પહેલા જ ગુજરાત પીડિત વળતર યોજના હેઠળ અરજી કરવામાં આવી હતી. ત્યારે હત્યાના કેસમાં શરૂ ટ્રાયલે જ પાંચ લાખનું વળતર આપવાની જાહેરાત કરવામાં આવી છે. જે સુરતમાં પ્રથમવાર બન્યું છે.

વળતરની રકમમાંથી ગ્રીષ્માના માતાના દોઢ લાખ તથા પિતાને દોઢ લાખ આપવામાં આવશે. જયારે ઘટનામાં ઈજાગ્રસ્ત ભાઈને એક લાખ વળતર આપવાનું જણાવવામાં આવ્યું છે. આ ઉપરાંત ઘટનામાં ઇજા પામનાર ગ્રીષ્માના કાકાને પણ એક લાખ રૂપિયા વળતર આપવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી છે.

ગ્રીષ્મા હત્યા કેસની કાર્યવાહી હાલ કોર્ટમાં ચાલી રહી છે. જેમાં 90 જેટલા સાક્ષીઓની જુબાની લેવામાં આવી છે. ઉપરાંત દરરોજ જુદા જુદા સાક્ષીઓની જુબાની લેવામાં આવે છે અને પોલીસ આ અંગે પુરાવા એકઠા કરી રહી છે. ત્યારે આવતા અઠવાડિયે આ કેસની ટ્રાયલ પુરી થવાની શક્યતા છે. આ સુરતનો પ્રથમ એવો હત્યા કેસ છે જેમાં સૌથી ઝડપથી ટ્રાયલ પુરી થશે.

Leave a Reply

Your email address will not be published.