ગૃહમંત્રી હર્ષ સંઘવીના પુત્ર આરુષે ગાયું રેપ સોંગ, સોશિઅલ મીડિયા પર થઇ રહી છે ભારે ચર્ચા

Gujarat

આજના સમયમાં લોકોને રેપ સોંગ ખુબ જ પસંદ હોય છે. પરંતુ ગૃહમંત્રી હર્ષ સંઘવીના પુત્રએ જે રેપ સોંગ ગાયું છે તે સાંભળીને તમે સ્તબ્ધ થઈ જશો. હર્ષ સંઘવીએ હાલ પોતાના દીકરા આરુષનો એક વિડીયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો છે. જેમાં આરુષ રેપ સોંગ ગાતો દેખાય આવે છે. આરૂષ પોતાની સ્કૂલમાં ગુજરાતી ભાષામાં રેપ સોંગ ગાઈ રહ્યો છે.

વીડિયોમાં સ્પષ્ટ દેખાઈ આવે છે કે આરુષના હાથમાં માઇક છે અને તે રેપ સોંગ ગાઈ રહ્યો છે. લોકો આરુષના આ સોંગની ખૂબ ચર્ચા કરી રહ્યા છે. ઉપરાંત આ વીડિયોએ સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી છે. આરુષ ગાઈ રહ્યો છે કે, લંડન જઈશ, અમેરિકા જઈશ, દુનિયાભરની સારી હોટેલમાં રહીશ. બધા હેલો હેલો કરશે, હું કેમ છો કહીશ, ગુજરાતી છું ગુજરાતી રહીશ.

વીડિયોમાં દેખાય આવે છે કે આરુષની આસપાસ શાળાના બાળકો પણ બેઠા છે. આરુષના આ રેપ સોંગના લોકો ખૂબ વખાણ કરી રહ્યા છે. ત્યારે ગૃષમંત્રી હર્ષ સંઘવીએ વીડિયોને ટ્વીટ કરીને લખ્યું છે કે આનાથી વધારે ગર્વ હું ન અનુભવી શકું. મારા દીકરાનું રેપ સોંગ દરેક રીતે સાચું છે. ગુજરાતી છું ગુજરાતી રહીશ. હું ખુબ જ ગર્વ અનુભવું છું.

Leave a Reply

Your email address will not be published.