હત્યારો ફેનિલ જેલમાં પણ સીધો નથી રહેતો, જેલમાંથી ક્રિષ્ના નામની છોકરીને ફોન કરીને કહ્યું કે

Gujarat

સુરતના પાસોદરા વિસ્તારમાં બનેલી ગ્રીષ્મ હત્યાકાંડ ઘટનાની કિકિયારીઓ હજુ પણ લોકોના કાનમાં ગુંજી રહી છે. આ કેસની કાર્યવાહી કોર્ટમાં ચાલી રહી છે. દરરોજ કોર્ટમાં સાક્ષીઓની જુબાની લેવામાં આવી રહી છે. ત્યારે ફેનિલે લાજપોર જેલમાંથી પોતાની માનીતી બહેન ક્રિષ્નાને ફોન કરીને કહ્યું કે તું કોર્ટમાં આવીને મારી તરફે જુબાની આપજે.

હત્યારો ફેનિલ લેન્ડલાઈન કોલ કરીને સાક્ષીઓને ફોડવાનો પ્રયાસ કરી રહ્યો છે. તેણે માનીતી બહેન ક્રિષ્નાને લાજપોર જેલમાંથી ફોન કરીને કહ્યું કે આજે બપોરે બે વાગ્યે મને મળીને મારી તરફે જુબાની આપજે. પરંતુ યુવતીએ આવું કર્યું નહીં અને સીધો જ પોલીસ સંપર્ક કર્યો હતો. જેથી આ તમામ જાણકારી બહાર આવી છે.

ફેનિલે લાજપોર જેલ ઓથોરિટીને કહ્યું હતું કે મારે મારી બહેનને ફોન કરવો છે. જેથી ફેનિલને ફોન કરવા માટે છૂટ આપવામાં આવી હતી. ત્યારે ફેનિલે તેની માનીતી બહેન ક્રિષ્નાને ફોન કરીને કહ્યું કે તું આજે કોર્ટમાં આવીને મારી તરફે જુબાની આપજે. આ વાત આજે કોર્ટમાં બહાર આવતા પોલીસ અને મુખ્ય જિલ્લા ન્યાયાધીશ પણ નવાઈ પામ્યા હતા.

આ બાબતે મુખ્ય જિલ્લા સરકારી વકીલ નયન સુખડાવાલાએ અરજી આપી હતી કે ફેનિલ આરોપીના હક્કોનો દૂર ઉપયોગ કરી રહ્યો છે અને તેની સામે કાર્યવાહી કરવા માટે પણ માંગ કરવામાં આવી હતી. ઉપરાંત આ કોલ રેકોર્ડિંગ મંગાવવા માટે પણ કહેવામાં આવ્યું હતું.

મળતી માહિતી અનુસાર ફેનિલની માનીતી બહેન ક્રિષ્ના પણ ફેનિલની કોલેજમાં અભ્યાસ કરતી હતી. ગ્રીષ્મા ફેનિલને પસંદ નહોતી કરી પરંતુ ફેનિલ ગ્રીષ્માને મેળવવા માંગતો હતો. જેથી તેણે ક્રિષ્નાને આ અંગે વાત કરી હતી. પરંતુ ક્રિષ્ના કહેતી હતી કે એને નથી ઈચ્છા તો તું રેવા દે ને, પરંતુ ફેનિલ માન્યો નહી.

ફેનિલ જયારે પણ કોલેજમાં ક્રિષ્નાને મળતો હતો ત્યારે કહેતો હતો કે હું પેલીને મારી નાખવાનો છું. ઉપરાંત જયારે ફેનિલે ગ્રીષ્માની હત્યા કરી એ પહેલા પણ તેણે ક્રિષ્ના ફોન કરીને ગ્રીષ્માની હત્યા કરી દેવાનું કહ્યું હતું. પરંતુ ક્રિષ્નાને લાગ્યું કે ફેનિલ મજાક કરે છે તેથી તેની વાત પર ધ્યાન આપ્યું નહીં. ત્યારબાદ જ્યારે ટીવી અને સમાચારપત્રોમાં ગ્રીષ્માની હત્યાની ખબર સામે આવી ત્યારે ક્રિષ્ના પોતે પણ ચોંકી ઉઠી હતી તેવી જુબાની તેણે કોર્ટમાં આપી હતી.

Leave a Reply

Your email address will not be published.