સાળંગપુર હનુમાનજી દાદાના મંદિરમાં ભવ્ય રંગોત્સવ, બે હજાર કિલો રંગ અને ચોકલેટનો આકાશમાંથી વરસાદ

Gujarat

દરેક જગ્યાએ હોળી ધુળેટીનો તહેવાર ઉજવાઈ રહ્યો છે. ત્યારે કષ્ટભંજન હનુમાનજી દેવના દરબારમાં ભવ્યાતિ ભવ્ય રંગોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. છેલ્લા 35 વર્ષ બાદ પ્રથમવાર સાળંગપુર હનુમાનજું દાદાના ધામમાં ધુળેટીની અતિભવ્ય ઉજવણી કરવામાં આવી. જેમાં સંતો ભક્તોએ મળીને હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરી.

આ ભવ્ય ઉત્સવમાં દાદાને અર્પણ કરેલા બે હજાર કિલો કરતા પણ વધારે રંગો સંતો ભક્તો પર ઉડાડીને ઉજવણી કરવામાં આવી. સાળંગપુરમાં પ્રથમવાર ભવ્ય રંગોત્સવની ઉજવણી કરાઈ. જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ લાભ લીધો. આ રંગોત્સવ માટે હનુમાનજી મંદિરમાં વિશેષ તૈયારીઓ કરવામાં આવી હતી.

જેમાં લોખંડની પાઈપમાં રંગ ભરીને બ્લાસ્ટ કરવામાં આવ્યો. જે 70 ફુટ જેટલો ઊંચે ગગનમાં ઉડ્યો અને અદભુત નજારો જોવા મળ્યો. સંતો અને હરિભક્તોએ હર્ષોલ્લાસ સાથે રંગોત્સવની મજા માણી. ત્યારે મંદિરના પરિસરમાં હરિભક્તો પર દાદાના પ્રસાદ સ્વરૂપની 25 હજાર કરતા પણ વધારે ચોકોલેટ ઉડાડવામાં આવી.

મંદિરના પરિસરમાં નયનરમ્ય નજારો જોવા મળ્યો. સાળંગપુરમાં પ્રથમવાર યોજાયેલા રંગોત્સવમાં મોટી સંખ્યામાં ભક્તોએ લાભ લીધો. રંગોત્સવ માટે બોટાદ, સુરત અને અમદાવાદ સહિતના હરિભક્તોએ દાદાના દરબારમાં રંગો મોકલાયા હતા. જેમાં કંકુ, ગુલાલ અને ઓર્ગેનિક રંગો હતા. ધુળેટીના પર્વ પર દાદાને વિષે શણગારથી સજાવવામાં આવ્યા.

ઉપરાંત દાદા સમક્ષ જુદા જુદા રંગો અને પિચકારીઓ મુકવામાં આવી. ભક્તોએ રંગોત્સવમાં જોડાઈને દાદાના દર્શનનો પણ લાભ લીધો. ધુળેટીના પર્વ પર દાદાના પરિસરમાં નયનરમ્ય નજારો જોવા મળ્યો. ઉપરાંત દાદાને અર્પણ કરાયેલી 25 હજાર કરતા પણ વધારે ચોકલેટ ભક્તો પર ઉડાડવામાં આવી. ભક્તોએ રંગોત્સવમાં જોડાઈને પર્વની ધૂમધામથી ઉજવણી કરી.

Leave a Reply

Your email address will not be published.