હોળીનો પર્વ ધામધૂમથી ઉજવવામાં આવ્યો છે. લોકોએ રંગોના આ પર્વને હર્ષોલ્લાસથી મનાવ્યો છે. કહેવાય છે કે હોળીના તહેવારમાં પવનની દિશાને ખુબ મહત્વ આપવામાં આવે છે. ત્યારે જાનિતયા હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલ દ્વારા હોળીની જ્વાળાને આધારે આગાહી આપવામાં આવી છે. તો જાણો આ વર્ષે ચોમાસુ કેવું રહેશે.
હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે પવનની દિશા અને તેની અસરોના આધારે મહત્વની આગાહી આપી છે. તેમના જણાવ્યા અનુસાર આ વર્ષે વાયવ્ય દિશામાં પવન ફૂંકાયો છે. જેથી આ વર્ષે વરસાદ સારો રહેશે. અંબાલાલ પટેલે જણાવ્યું છે કે આ વર્ષે ચોમાસાની શરૂઆતમાં જ સારો વરસાદ થવાના અણસાર છે.
ઉલ્લેખનીય છે કે સૌરાષ્ટ્ર, કચ્છ અને અમદાવાદમાં ગરમીનું પ્રમાણ વધારે રહેશે. અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર ગ્રહોની અસરને કારણે આ વર્ષે ગરમીનું પ્રમાણ વધારે રહેશે. એપ્રિલ મહિનાના અંત સુધીમાં લોકોને લોકોને કાળઝાળ ગરમીનો સામનો કરવો પડશે. જયારે ચોમાસાની શરૂઆત પણ વહેલા થશે.
અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર જૂન મહિનામાં વાવાઝોડાની વધારે અસર રહેશે. પશ્ચિમ ઉત્તરના પવનને કારણે વાવાઝોડાની સ્થિતિ રહેશે. ઉપરાંત ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં અનિયમિત વરસાદ રહેશે. અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર હોળીનો ધુમાડો જો સીધો ઉપર જાય તો રાજગાદી નેતાને મુશ્કેલી આવે છે. તેથી આ વર્ષે રાષ્ટ્રીય નેતા પર સંકટ આવી શકે છે.
આ વર્ષે હોળીમાં વિષ્ટિ યોગ જોવા મળ્યો છે. હોળીમાં વિષ્ટિ સાથે ભદ્રા પણ જોવા મળી છે. કહેવાય છે કે ભદ્રા બીમારીને નોતરું આપી શકે છે. તેથી ભયંકર બીમારી આવવાની શક્યતા છે. ઉપરાંત ભદ્રા અને વિષ્ટિ યોગને કારણે યુદ્ધ, ભય અને આતંકી ઘટનાના પણ પુરેપુરા એંધાણ છે.