છેલ્લા બે વર્ષથી કોરોના મહામારીને કારણે લોકો હોળી ઉજવી શક્યા ન હતા. આ વર્ષે કોરોનાના કેસમાં ઘટાડો થતા લોકોએ ધામધૂમથી હોળીના પર્વની ઉજવણી કરી. ત્યારે હાલ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. હોળીના પર્વ પર ડાન્સ કરતા કરતા પોતાના જ શરીર પર છરીના ઘા ઝીંકાયા હતા.
હોળીના દિવસે ઈંદોરના બાણગંગામાં રહેતો યુવક એટલો ઉત્સાહમાં આવી ગયો કે ડાન્સ કરતા કરતા પોતાના જ શરીર પર ચાકુથી વાર કરવા લાગ્યો. આ દરમિયાન ચાકુ શરીરમાં ઊંડે સુધી ઘૂસી જવાથી લોહીની ધારાઓ વહેવા લાગી હતી. જેથી તેને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેને મૃત જાહેર કરવામાં આવ્યો.
ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ મળી આવ્યા છે. આ વિડીયો સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થઇ રહ્યો છે. જેમાં દેખાઈ આવે છે કે નાચવામાં મશગુલ યુવક પોતાના શરીર પર જ છરીના ઘા ઝીંકી રહ્યો છે. બાણગંગા પોલીસ સ્ટેશનના એક અધિકરીના જણાવ્યા અનુસાર આ બનાવ ગુરુરવારે મોડી રાત્રે બન્યો હતો.
હોળીના કાર્યક્રમમાં ગોપાલ નામનો વ્યક્તિ પોતાના મિત્રો અને પરિવાર સાથર ગયો હતો. તે હોળી દહન કાર્યક્રમમાં હાથમાં ચાકુ રાખીને ડીજેના તાલ સાથે નાચી રહ્યો હતો. આ દરમિયાન તે નાચવામાં મશગુલ થઈને પોતાના જ શરીર પર ચાકુથી મારવા લાગ્યો. ચાકુ શરીરમાં ઊંડે સુધી ઘુસી જતા લોહી વહેવા લાગ્યું હતું.
આ દરમિયાન ત્યાં ઉપસ્થિત લોકો ગોપાલને સારવાર અર્થે હોસ્પિટલ લઇ ગયા હતા. જ્યાં મોડી રાત્રે તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. ગોપાલ માતા પિતા, પત્ની અને પુત્ર સાથે રહેતો હતો. પ્રાપ્ત જાણકારી અનુસાર ગોપાલ દારૂ પીયને ડાન્સ કરી રહ્યો હતો આ દરમિયાન તે ફિલ્મી એક્શન કરતા પોતાના જ શરીર પર ચાકુથી વાર કરવા લાગ્યો હતો.