હોળીના તહેવારની ખુશીઓ ચારે બાજુ છવાયેલી છે. લોકો ધુળેટીના દિવસે એકબીજા પર રંગ લગાવીને ખુશીઓ મનાવતા હતા. કેટલાક લોકો આસપાસની નદીઓમાં નાહવા માટે પણ ગયા હતા. ત્યારે હાલ હૈયું કંપાવનારો કિસ્સો સામે આવ્યો છે. ખેડા જિલ્લામાંથી ધુળેટી પર્વ પર ડૂબી જવાની બે ઘટનાઓ સામે આવી છે.
ખેડા જિલ્લાના વણકબોરી ડેમ મહીસાગર નદીમાં ચાર કિશોરો નાહવા માટે ગયા હતા. ચારેય કિશોરો નદીમાં ડૂબી જતાં તરવૈયાઓને બોલવામાં આવ્યા હતા. તેમણે એક કિશોરનો મૃત દેહ બહાર કાઢ્યો જ્યારે ત્રણ હજુ પણ લાપતા છે. હોળીના પર્વની ખુશીઓ વચ્ચે દીકરાનો મૃત દેહ સામે આવતા પરિવારજનો શોકમાં ડૂબી ગયા.
બીજી એક ઘટના વસો તાલુકાના ઝારોલ ગામની છે. જેમાં હોળીના પર્વ પર ગામના બે કિશોરો તળાવમાં નાહવા પડ્યા હતા. આ બંને કિશોરો પાણીમાં ડૂબી જતાં મોતને ભેટ્યા હોવાનું સામે આવ્યું છે. આ બનાવ બનતા ગામના લોકો જોવા માટે ઘટના સ્થળે દોડી આવ્યા હતા. મૃતકના પરિવારજનોને ઘટનાની જાણ થતાં તહેવારની ખુશીઓ માતમમાં છવાઈ ગયા.
હોળીના પર્વ પર આ ત્રણ કિશોરોની લાશ સામે આવતા લોકો ધ્રુજી ગયા. તળાવમાં ડૂબીને મૃત્યુ પામનારા યુવકનું નામ પ્રિતેશ છે જે 14 વર્ષનો છે અને બીજા યુવકનું નામ સાગર છે જે 15 વર્ષનો છે. પોતાના દીકરાઓના મોતના સમચાર સાંભળીને પરિવારજનો શોકમાં ડૂબી ગયા. હાલ નડિયાદ સિવિલ હોસ્પિટલ ખાતે મૃતકના પોસ્ટ મોર્ટમની કરવાહી ચાલી રહી છે.