ગુજરાતના આ વ્યક્તિના અંગદાનથી છ લોકોને મળ્યું નવું જીવન, અકસ્માત બાદ બ્રેઇનડેડ થયા હતા અમદાવાદના આ યુવાન

Gujarat

લોકો રૂપિયા પૈસાથી તો દાન કરે જ છે. પરંતુ જયારે કોઈ વ્યક્તિના અંગોનું દાન કરવામાં આવે તો તેને મહાદાન માનવામા આવે છે. કારણ કે અંગદાનથી અન્ય કોઈ પીડિત વ્યક્તિને નવું જીવનદાન મળે છે. ત્યારે ગુજરાતના આ વ્યક્તિએ અંગદાન એ જ મહાદાન કહેવતને સાર્થક કરી. ગુજરાતના અમદાવાદમાં રહેતા આ વ્યક્તિએ 6-6 લોકોને જીવનદાન આપ્યું છે.

અમદાવાદના બોપલ વિસ્તારમાં રહેતા નિશાંતભાઈનું અકસ્માત થયું હતું. જેથી ખાનગી હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી. જ્યાં બ્રેઇનડેડ જેવી સ્થિતિ સર્જાઈ રહી હોય તેવું જણાતા તેમને કિડની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમને બ્રેઇનડેડ જાહેર કરવામાં આવ્યા હતા.

નિશાંતભાઈનું હોળીના દિવસે મોત થયું હતું. ત્યારબાદ પરિવારજનોએ મક્કમ થઈને તેમનું અંગદાન કરવાનો નિર્ણય લીધો છે. પરિવારજનોએ તેમનું હૃદય, બે કિડની, આંખો અને લીવર જેવા અંગોનું દાન કરવાનો નિર્ણય લીધો છે. જેથી અન્ય પીડિત વ્યક્તિને નવું જીવનદાન મળી શકે.

તેમનું હૃદય મુંબઈ મોકલવામાં આવ્યું હતું. જયારે તેમની બંને કિડની અને લીવર જેવા અંગોનું કિડની હોસ્પિટલ ખાતે ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું. નિશાંતભાઈ બ્રેઇનડેડ જાહેર થતા હોસ્પિટલની ટીમ દ્વારા નિશાંતભાઈના પરિવારજનોને અંગદાન કરવા અંગેની માહિતી આપી હતી. ત્યારબાદ પરિવારજનોએ અંગદાન કરવાનો નિર્ણય લીધો.

પરિવારે ધુળેટીના પર્વ પર દીકરો ગુમાવ્યો પરંતુ તેમનું અંગદાન કરીને 6 લોકોને નવું જીવનદાન આપ્યું. અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં આ 40મુ અંગદાન છે. હોસ્પિટલના ડોકટરના જણાવ્યા અનુસાર છેલ્લા 14 મહિનામાં આ હોસ્પિટલમાં 40 અંગદાન કરવામાં આવ્યા છે. જેનાથી કેટલાક લોકોને જીવનદાન મળ્યું છે. લોકો અંગદાન કરવા અંગે સતત જાગૃત થઇ રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published.