ડાયમંડ કિંગ ગોવિંદ ધોળકિયા રસ્તા પર જઈ રહ્યા હતા ત્યારે ઝાડ નીચે જોઈ હનુમાનજી દાદાની ખંડિત મૂર્તિ, તરત જ લીધો 311 ગામમાં હનુમાનજી દાદાનું મંદિર બનાવવાનો નિર્ણય

Gujarat

ગુજરાતમાં ઘણા બધા મંદિરો આવેલા છે. દરેક લોકો મંદિરે જઈને ધન્યતા અનુભવે છે. ત્યારે સુરતના ડાયમંડ કિંગ ગોવિંદભાઇ ધોળકિયાએ મોટો નિર્ણય લીધો છે. રામકૃષ્ણ વેલ્ફેર ટ્રસ્ટ દ્વારા ડાંગ જિલ્લામાં 311 જેટલા હનુમાનજીના મંદિર બાંધવાનો સંકલ્પ કરવામાં આવ્યો છે. જે પૈકી 14 મંદિરનું લોકાર્પણ કરી દેવાયું છે.

હનુમાનજીના મંદિર બાંધવા પાછળનો માત્ર એ જ હેતુ છે કે ગામની એકતા વધે અને લોકોમાં ભક્તિભાવ રહે. આ ભગીરથ કાર્ય રામકૃષ્ણ વેલ્ફેર ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી રહ્યું છે. સુરતના ડાયમંડ કિંગ ગોવિંદભાઇ ધોળકિયાએ ઝાડ નીચે ખંડિત અવસ્થામાં પડેલી મૂર્તિ જોઈને આ ભગીરથ કાર્ય કરવાનો સંકલ્પ કર્યો છે.

આ મંદિર બાંધવાના યજ્ઞનો પણ પ્રારંભ કરી દેવામાં આવ્યો છે. જેના ભાગરૂપે ડાંગ જિલ્લાના શુબિર તાલુકના લહાર ઝાડદર ખાતે 14 મંદિરોનું લોકાર્પણ કરી દેવામાં આવ્યું છે. આ મંદિરોની પ્રાણ પ્રતિષ્ઠા શ્રી રામ જન્મભૂમિ ક્ષેત્રના અધ્યક્ષ ગોવિંદ દેવગીરી મહારાજ દ્વારા કરવામાં આવશે.

આ અંગે ગોવિંદભાઈ ધોળકિયાએ જણાવ્યું છે કે પ્રકૃતિની ગોદમાં ખીલેલો ડાંગ જિલ્લો અને ડાંગ વાસીઓ કુદરતના ઉત્કૃષ્ટ સર્જનોમાંના એક છે. આ ભૂમિ માતા શબરી અને ભગવાન શ્રી રામની ચરણરજથી પવન થયેલી છે. જે દંડકારણ્ય તરીકે પણ પ્રસિદ્ધ છે. હનુમાનજીના મંદિરનું નિર્માણ કરવા પાછળ આ ટ્રસ્ટનો હેતુ ભગવાન પ્રત્યે ભક્તિ ભાવ રાખવા માટેનો છે.

ડાયમંડ કિંગ ગોવિંદભાઇ ધોળકિયા અને ડાંગમાં આદિવાસી બાળકોના શિક્ષણ માટે સેવા કરતા પીપી સ્વામી જયારે પસાર થઇ રહ્યા હતા ત્યારે તેમને ઝાડ નીચે હનુમાજીની મૂર્તિ ખંડિત અવસ્થામાં જોઈ. બસ આ દ્રશ્ય જોયા પછી ગોવિંદભાઈએ ડાંગના 311 ગામોમાં હનુમાનજીના મંદિર બનાવવાનો સંકલ્પ કરી લીધો. જેમાંથી 14 મંદિરનું લોકાર્પણ કરી દેવાયું છે.

Leave a Reply

Your email address will not be published.