ઘોર કળિયુગ, સગી દીકરીએ બોયફ્રેન્ડ સાથે મળીને માતાની હત્યા કરી

India

દોસ્તો કહેવાય છે કે નસીબદાર લોકોના ઘરે દીકરીનો જન્મ થાય છે. દીકરીને ઘરની લક્ષ્મી માનવામાં આવે છે. ત્યારે આજે એક દીકરી કલંક રૂપ સાબિત થયાનો કિસ્સો સામે આવ્યો છે. હાલ એક એવો કિસ્સો સામે આવ્યો છે જે સાંભળીને તમારું લોહી ઉકળવા લાગશે. આ ઘટના સાંભળીને સંબંધો પર વિશ્વાસ મૂકતા પણ લોકો અચકાશે.

નોઇડાની એક દીકરીએ પોતાની માતાની કરપીણ હત્યા કરી નાખી. દીકરીની નજર સામે જ માતાએ તડપી તડપીને દમ તોડયો. આ ઘટના નોઇડાની છે. ગત 19 ફેબ્રઆરીએ આંબેડકર નગર વિસ્તારમાં સુધા રાનીની હત્યા કરી દેવામાં આવી હતી. પોલીસે ઘટનાસ્થળે આવીને જોયું તો 55 વર્ષીય સુધા રાનીની લાશ લોહીથી લથપથ પડી હતી. ત્યારે પોલીસે આ અંગે તપાસ હાથ ધરી હતી.

સુધા રાની વર્ષ 2017માં ભાજપની ટિકિટ પરથી કોર્પોરેશનની ચૂંટણી લડ્યા હતા. સુધા રાનીની દીકરી દેવ્યાનીના જણાવ્યા અનુસાર રાત્રે સાડા નવ વાગ્યે બે અજાણ્યા શખ્સો ઘરમાં ઘૂસી આવ્યા હતા. તેમના હાથમાં બંદૂક હતી. તેઓ ઘરમાં આવીને માતાના ઘરેણાં અને કેશ ચોરી ગયા હતા અને મારપીટ પણ કરી હોવાનું દેવ્યાનીએ પોલીસને જણાવ્યું હતું.

જો કે પોલીસને દેવ્યાનીના આ નિવેદન પર શંકા જતા તેમણે ઉલટતપાસ હાથ ધરી હતી. ત્યારબાદ ઘરમાંથી મળી આવતા સીસીટીવી ફૂટેજમાં ઘરમાં કોઈપણ અજાણ્યા શખ્સ ઘૂસ્યા હોવાનું સામે આવ્યું નહિ. ઘટના સ્થળે બારીકાઈથી તપાસ કરતા કોઈ ચોક્કસ પુરાવા સામે આવ્યા નહિ જેથી પોલીસને જાણ થઈ ગઈ કે આ ઘટના લૂંટફાટની નહિ પરંતુ કોઈ ષડયંત્ર રચીને કરવામાં આવી છે.

જેથી પોલીસે દેવ્યાનીને બોલાવી હતી અને સઘન પૂછપરછ કરવા આવી હતી. જેથી દેવ્યાની રડવા લાગી હતી અને માતાની હત્યા કરી હોવાની વાત સ્વીકારી લીધી. દેવ્યાનીએ પોલીસ સાથે વાતચીત દરમિયાન જણાવ્યું કે તેના લગ્ન ચેતન નામના યુવક સાથે થયા હતા. જો કે તે ચેતનથી અલગ થઈને પોતાના બોયફ્રેન્ડ શિબુ સાથે લિવઈનમાં રહેતી હતી.

સુધા રાનીને આ વાત પસંદ નહોતી જેથી તેમણે દીકરીને તેના પતિ ચેતન સાથે રહેવાનું કહેતી હતી. પરંતુ દેવ્યાની માની નહિ. જેથી તેની માતાએ તેને પોતાની પ્રોપર્ટીમાં દખલગીરી કરવાની ના પાડી હતી અને આર્થિક સહાય કરવાનું પણ બંધ કરી દીધું હતું. જેથી દેવ્યાનીએ પોતાના બોયફ્રેન્ડના મિત્ર કાર્તિકની મદદ લઈ ઘટનાને અંજામ આપ્યો હોવાનું જણાવ્યું હતું.

દેવયાનીએ જણાવ્યું કે તેણે ચામાં ઉંઘની ગોળીઓ ભેળવી દીધી હતી. ચા પીધા બાદ માતા બેભાન થઈ ગયા હતા. ત્યાર પછી દેવયાનીએ બોયફ્રેન્ડ દોસ્ત કાર્તિકને ઘરે બોલાવ્યો. જેણે સર્જિકલ બ્લેડથી સુધા રાનીનું ગળું કાપી નાખ્યું હતું. ત્યાર પછી બ્લેડ બારીની બહાર ફેંકી દીધી હતી. ત્યારબાદ દેવયાનીએ કાર્તિકને માતાના ઘરેણા અને રોકડ આપી ત્યાંથી ભગાડી દીધો હતો. ઉપરાંત દેવ્યાનીએ પોલીસને જણાવ્યું હતું કે તે હવે કાર્તિક સાથે લગ્ન કરવા ઇચ્છતી હતી જેથી તેમણે બંન્નેએ મળીને હત્યાનું કાવતરું ઘડ્યું હતું.

Leave a Reply

Your email address will not be published.