ગુજરાતમાં રહેતા કાશ્મીરી પંડિતે જણાવી અત્યાચારોની હકીકત, તે દિવસે અમુક લોકો મારા ઘરે આવ્યા અને મારા માથા પર બંદૂક રાખી દીધી

Uncategorized

અત્યારે દરેક જગ્યાએ ધ કાશ્મીર ફાઇલ્સ ફિલ્મની ચર્ચાઓ થઇ રહી છે. ત્યારે ગુજરાતના એક વ્યક્તિએ કાશ્મીરમાં વિતાવેલા દિવસોની દર્દનાક દાસ્તાન જણાવી છે. ગુજરાતના રાજકોટમાં રહેતા કાશ્મીરી પંડિત પ્યારેલાલ જણાવે છે કે એ સમયે કાશ્મીરી પંડિતોનું લિસ્ટ બનતું હતું અને ક્રમિક રીતે હત્યા થતી રહેતી.

રાજકોટના પ્યારેલાલ જણાવે છે કે મારો જન્મ કાશ્મીરના બારામુલ્લાના એક નાનકડા ગામમાં થયો હતો. અમે ત્રણ ભાઈઓ અને બે બહેનો પરિવાર સાથે કાશ્મીરમાં રહેતા હતા. આ સમયે અમારી આસપાસ કાશ્મીરી પંડિતો, શીખો અને અન્ય હિંદુઓ પણ રહેતા હતા. મારા લગ્ન 1989 માં થયા હતા અને એ સમયે કાશ્મીરની સ્થિતિ ખુબ ભયંકર થઈ ગઈ હતી.

પ્યારેલાલ જણાવે છે કે 1990 માં કાશ્મીરની સ્થિતિ ખુબ ભયંકર હતી. હાલ ધ કાશ્મીર ફાઇલ્સ ફિલ્મ લોકો જોઈ રહ્યા છે. તેમાં મહિલાઓની જે સ્થિતિ બતાવે છે તે મારી પિતરાઈ બહેન છે. તેનું નામ ગિરજા ટીકુ હતું. તે કાશ્મીરમાં લેબ આસિસ્ટન્ટ તરીકે કામ કરતી હતી. 11 જૂન, 1990 માં કુપવારા જિલ્લામાં તેના પર બળાત્કાર ગુજારવામાં આવ્યો અને તેને જાહેરમાં કાપીને હત્યા કરી નાખી.

તેઓ જણાવે છે કે ત્યારે હિન્દૂ અને કાશ્મીરી પંડિતોનું લિસ્ટ બનાવવામાં આવતું અને ક્રમિક રીતે તેમને મારી નાખતા હતા. મારુ નામ પણ આ લિસ્ટમાં હતું. પરંતુ મારી હત્યા કરવાના હતા તેના આગળના દિવસે મને આ વાતની જાણ થતા હું પત્નીને લઈને ત્યાંથી ભાગી ગયો અને જમ્મુ આવતો રહ્યો. જેથી અમે બચી ગયા.

પ્યારેલાલ જણાવે છે કે એ લોકો હત્યા કરીને લાશની આસપાસ જશ્ન મનાવતા હતા. એક દિવસ મારા ઘરની બારી કોઈ જોરથી ખખડાવતું હતું. મેં બારી ખોલીને જોયું તો એક વ્યક્તિએ મારા કપાળ પર ગન રાખી દીધી. હું ડરી ગયો અને પાછળ પાછળ ચાલવા લાગ્યો તો પડી ગયો. ત્યારબાદ એ લોકો ઘર પર ગોળીબાર કરીને જતા રહ્યા.

તેઓ જણાવે છે કે ફિલ્મમાં જે જણાવવામાં આવી રહ્યું છે તે હકીકત છે. અમે લોકોએ અમારી નજરે બધું જ જોયું છે. પરંતુ ફિલ્મમાં જ બતાવવામાં આવ્યું છે તે માત્ર પાંચ ટકા જ છે. 1990 માં કાશ્મીરમાં જે થયું હતું તે બતાવવા માટે તો 10 કલાકની ફિલ્મ પણ ટૂંકી પડે. કાળજું ફડફડવા લાગે તેવા દિવસો અમે જોયા છે.

તેઓ જણાવે છે કે અમે લોકો 2019 સુધી જમ્મુમાં હતા. પરંતુ પુત્ર એન્જીનીયરીંગ કરવા માટે રાજકોટ આવ્યો એટલે અમે રાજકોટ આવતા રહ્યા. પ્યારેલાલ જણાવે છે કે એ સમયે મહિલાઓ પર બળાત્કાર કરીને તેમને જાહેરમા કાપી નાખવામાં આવતી હતી. બધું ખુબ દર્દનાક હતું. ત્યારે સરકારે કલમ 370 અને 35A નાબૂદ કરીને રાહત આપી છે.

Leave a Reply

Your email address will not be published.