ખેડૂતના દીકરાએ પાસ કરી UPSC ની પરીક્ષા, કોઈ પણ જાતના ટ્યુશન વગર બન્યો આઈએએસ અધિકારી

Story

આજના સમયમાં મોટા ભાગના યુવાનો સરકારી પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે. પરંતુ ખુબ ઓછા લોકો આ પરીક્ષા પાસ કરે છે. યુપીએસસી પરીક્ષાને વિશ્વની સૌથી અઘરી પરીક્ષાઓમાંથી એક માનવામા આવે છે. ત્યારે જો કોઈ નાની ઉંમરમાં આ પરીક્ષા પાસ કરે તો એ ચોક્કસથી લોકો માટે ચર્ચાનો વિષય બની જાય છે. આજે અમે તમને આવી જ એક કહાની જણાવીશું.

આ યુવકનું નામ મુકુંદ કુમાર છે. જેમણે કોઈપણ જાતના ટ્યુશન વગર માત્ર 22 વર્ષની ઉંમરે સરકારી પરીક્ષા પાસ કરીને બધાને વિચારતા કરી દીધા છે. મુકુંદ કુમાર બિહારના મધુબની જિલ્લાના રહેવાસી છે. આજના સમયમાં લોકો આટલી નાની ઉંમરમાં હજુ તો મોબાઈલમાં ગેમ રમતા હોય છે. ત્યાર આ યુવાને પોતાના જીવનનું લક્ષ્ય નક્કી કરી લીધું હતું.

મુકુંદ કુમાર જણાવે છે કે તેઓ નાનાં હતા ત્યારથી જ તેમણે આઈએએસ વિશે સાંભળ્યું હતું. બસ ત્યારથી જ તેમણે પોતાનું લક્ષ્ય નાકીય કરી લીધું હતું કે હું મોટો થઈને આઈએએસ ઓફિસર બનીશ. તેઓ જેમ જેમ ભણતરમાં આગળ વધ્યા તેમ તેમ પોતાના લક્ષ્યને પ્રપ્ર કરવા માટે મહેનત કરવા લાગ્યા.

મુકુંદ કુમારે જયારે આ કોચિંગ મેળવવા માટે તપાસ કરી ત્યારે તેમને ખબર પડી કે આઈએએસની તૈયારીમાં અઢી લાખ રૂપિયાનો ખર્ચ થાય છે. મુકુંદ એક ખેડૂત પરિવારના હોવાથી તેમના પિતા આટલો ખર્ચ કરવા અંતે સક્ષમ નહોતા. જેથી મુકુંદ કુમારે પોતાનું સપનું પૂરું કરવા માટે ટ્યુશન વગર તૈયારી કરવાનું નક્કી કરી લીધું.

મુકુંદ કુમાર જણાવે છે કે મારા માટે આ કરવું ખુબજ કઠિન હતું પરંતુ અશક્ય નહોતું. જો હિમ્મત હાર્યા વગર સતત મહેનત કરતા રહો તો તમને ચોક્કસથી સફળતા પ્રાપ્ત થશે. મુકુંદ કુમારે કોઈપણ જાતના કોચિંગ વગર યુપીએસસી પરીક્ષાની તૈયારી કરી. માત્ર એટલું જ નહિ પરંતુ વર્ષ 2019 માં માત્ર 22 વર્ષની ઉંમરે પ્રથમ પ્રયાસે આ પરીક્ષા પાસ કરીને લોકોને ચોંકાવી દીધા.

Leave a Reply

Your email address will not be published.