ગુજરાતના આ ચમત્કારિક મંદિરમાં ભજીયા અને જલેબીનો પ્રસાદ ખાવાથી દૂર થાય છે અનેક બીમારીઓ, દૂર દૂરથી આવે છે લોકો

Religious

ભારત એક ધાર્મિક દેશ છે. સંતો મહંતોની આ ભૂમિ સંસ્કારોથી ભરેલી છે. ભારતમાં ઘણા બધા મંદિરો આવેલા છે. આ મંદિરમાં ભક્તો દૂર દૂરથી દર્શનાર્થે આવે છે. દરેક મંદિર સાથે કોઈને કોઈ રહસ્ય સંકળાયેલું છે. આજે અમે તમને એવા એક ચમત્કારિક મંદિર વિશે જણાવીશું જેના વિશે ભાગ્યે જ કોઈ જાણતું હશે.

ગુજરાતના મોરબી જિલ્લાના વાંકાનેરમાં નાગાબાવાના મંદિર ખાતે દર શ્રાવણ મહિનાની નોમથી રાતથી ત્રણ દિવસીય મેળવાનું આયોજન કરવામાં આવે છે. આ મેળામાં દૂર દૂરથી લોકો આવે છે. આ મેળા દરમિયાન મંદિરમાં મહા આરતી પછી દરેક ભક્તોને ભજીયા અને જલેબીનો પ્રસાદ આપવામાં આવે છે.

વાંકનેરનો ઇતિહાસ નાગાબાવા, શાહબાવા અને વનમાળીદાસ આ ત્રણ સંતો સાથે જોડાયેલો છે. વાંકાનેરના રાજાએ નાગાબાવાને પોતાના ગુરુ બનાવ્યા હતા. કહેવાય છે કે વાંકાનેર શહેર વસ્યું ત્યારથી તેના પર નાગાબાવાના ખુબ આશીર્વાદ છે. વાંકાનેરમાં ગઢિયો ડુંગર આવેલો છે.

કહેવાય છે કે વર્ષો પૂર્વે અહીં નાગાબાવા, શાહબાવા અને વનમાળીદાસ આ ત્રણેય સંતો ગઢીયા ડુંગર પર કુટિર બનાવીને રહેતા હતા. ત્યારે એક દિવસ અહીં 151 ઘોડેસવાર સાથે ધ્રાંગધ્રાના રાજકુમાર આવી પહોંચ્યા હતા. ત્યારે નાગાબાવાએ તમામ લોકોને લાડુ અને ગાંઠિયા ખપ્પર ઢાંકીને જમાડ્યા હતા અને પાણી પીવડાવવા માટે જ્યાં પોતાનો ચીપ્યો ધરતી પર ફેંક્યો ત્યાં તો અમૃતનો વિરડો ઉત્પન્ન થઇ ગયો.

ક્હેવાય છે કે આજે પણ ગઢીયા ડુંગર પર આ વિરડો છે જ્યાં મીઠું પાણી આવે છે. અહીં માત્ર વાંકાનેર અને મોરબી જ નહિ પરંતુ સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતમાંથી દૂર દૂરથી લોકો આવે છે. અહીં આવનાર તમામને મહા આરતી બાદ ભજીયા અને જલેબીનો પ્રસાદ આપવામાં આવે છે.

કહેવાય છે કે વર્ષો પૂર્વે અહીં નાગાબાવાએ સમાધિ લીધી હતી. જ્યાં તેમનું મંદિર બનાવવામાં આવ્યું છે. નાગાબાવાએ શ્રાવણ માસની નોમના દિવસે સમાધિ લીધી હોવાથી અહીં નોમના તહેવાર પર ત્રણ દિવસીય મેળાનું આયોજન કરવામાં આવે છે. આ મેળામાં દૂર દૂરથી લોકો આવે છે.

કહેવાય છે કે નાગાબાવાએ તે સમયે રાજાને કહ્યું હતું કે જે કોઈ પણ આ પ્રસાદ લેશે તે નિરોગી રહેશે. તેથી વાંકાનેર તેમજ આસપાસના લોકો પુરી શ્રદ્ધાથી આ પ્રસાદ ગ્રહણ કરે છે. એવું કહેવાય છે કે ભજીયા અને જલેબીનો આ પ્રસાદ લેવાથી વ્યક્તિ નિરોગી રહે છે. તેથી અહીં પ્રસાદ લેવા માટે માનવ મહેરામણ ઉમટી પડે છે.

Leave a Reply

Your email address will not be published.