ગુજરાતના આ મંદિરે બાધા રાખવાથી ખોડખાંપણ વાળું બાળક સાજું થઇ જાય છે દૂર દૂરથી લોકો અહીં આવે છે

Religious

ગુજરાતમાં ઘણા બધા મંદિરો આવેલા છે. દરેક મંદિરમાં મોટી સંખ્યામાં લોકો દર્શને આવે છે. દરેક મંદિર સાથે કોઈને કોઈ રહસ્ય પણ જોડાયરેલું છે. આજે અમે તમને ગુજરાતમાં આવેલા મહાદેવના એક અદભુત મંદિર વિશે જણાવીશું. આ ચમત્કારિત મંદિરે દર્શન કરવાથી કોઈપણ બીમાર બાળક સાજું થઇ જાય છે.

ગુજરાતમાં આવેલ બારડોલી તાલુકાથી આશરે સાત કિલોમીટર જેટલું દૂર એક લાઢોદ નામનું ગામ આવેલું છે. ત્યાં સ્વયંભૂ રીતે પ્રગટ થયેલા મહાદેવનું એક મંદિર આવેલું છે. જેનું નામ શારણેશ્ચર મહાદેવ છે. આ મંદિર ત્યાંના સ્થાનિક લોકોના વિશ્વાસનું પ્રતીક છે. લોકો અહીં મહાદેવજીના દર્શન કરવા માટે દૂર દૂરથી આવે છે.

આશરે 700 થી 800 વર્ષ પહેલાં શારણેશ્ચર મહાદેવ સ્વયંભૂ રીતે પ્રગટ થયા હતા તેવું સ્થાનિકો લોકોનું કહેવું છે. આ મહાદેવની પાસે લોકો બાધા અને આખડી રાખે છે અને મહાદેવ તેમની બાધાને પૂર્ણ કરે છે. મનોકામના પુરી થતા જ ભક્ત શિવજીના મંદિરે આવી પહોંચે છે. આ મંદિર સાથે એક કહાની જોડાયેલી છે.

ઘણા વર્ષો પહેલાં એક સાધુને ત્યાંના રાજાએ મહેલમાં પધરામણી કરવાનું આમંત્રણ આપ્યું હતું. આ સાધુએ રાજાના આમંત્રણને માન આપીને સ્વીકાર્યું હતું. પરંતુ સાધુએ રાજાની સાથે એક શરત પર આવવાની હા પાડી હતી. તેણે રાજાને કહ્યું કે તે મહેલમાં આવશે પરંતુ જ્યારે તેઓ ચાલીને મહેલમાં જશે ત્યારે રાજા આગળ ચાલશે અને પાછળ સાધુ ચાલશે.

શરત પ્રમાણે જો રાજા પાછળ જુએ તો સાધુ આગળ વધશે નહીં તેવું કહેવામાં આવ્યું હતું. આવી શરત પ્રમાણે સાધુએ આવવાની હા પાડી હતી. સાધુના કહેવા મુજબ રાજા આગળ ચાલતા હતા અને સાધુ પાછળ ચાલતા હતા. ત્યારે રાજાની ધીરજ ખૂટી અને મંદિરની પાસે જ્યાં એક પીપળનું વૃક્ષ આવેલું છે ત્યાં ઊભા રહ્યા.

આ દરમિયાન તેમનાથી પાછળ ફરીને જોવાઈ ગયુ. બસ ત્યારે જ તે સાધુ અચાનક અદ્રશ્ય થઈ ગયા અને એક લિંગમાં પરિવર્તિત થઈ ગયા. આ મંદિર શરૂઆતના સમયમાં નાનું હશે પરંતુ જીણોદ્રાર થયા પછી તેની ભવ્યતા દેખાય આવે છે. આ મંદિરનું નામ શારણેશ્ચર મહાદેવ છે. આ મંદિર ખુબજ ચમત્કારિત છે.

શારણેશ્ચર દાદાના પરચાની વાત કરીએ તો ગામ લોકો અને પૂજારી ના કહેવા પ્રમાણે કોઈ બાળકને જન્મથી કોઈ ખોડખાંપણ રહી ગઇ હોય તથા બાળકને કરોળિયા નીકળેલા હોય તો તે પણ અહીં સારા થઇ જાય છે. જે અંગમાં ખોડખાપણ હોય તેની માનતા કરીને ચાંદીનું તે અંગ ચઢાવવાથી તે ખોડખાપણ દૂર થાય છે.

દર વર્ષે મોટી સંખ્યામાં ભક્તો અહીં આવે છે. દર્શને આવતા તમામ ભક્તોની મનોકામના શરણેશ્વર દાદા પુરી કરે છે. કહેવાય છે કે આ મંદિરમાં માનતા રાખવાથી મોટા કેન્સર જેવા અસાધ્ય રોગોથી પણ છુટકારો મેળવી શકાય છે. ભક્તો પુરી શ્રદ્ધાથી દાદાના દર્શને આવે છે અને દાદા ભક્તોના દુખડા દૂર કરે છે.

Leave a Reply

Your email address will not be published.