રતન ટાટાની આ વાત ભાગ્યે જ કોઈ જાણતું હશે, કોલેજના દિવસોમાં વિમાન ચલાવતી વખતે જીવના જોખમે બચ્યા હતા ટાટા કંપનીના માલિક

Story

રતન ટાટા એક એવા ઉદ્યોગપતિ જે લાખો લોકો માટે પ્રેરણારૂપ છે. ટાટા ગ્રુપના ચેરમેન રતન ટાટાના જીવન ચરિત્રમાંથી દરેક વ્યક્તિ કંઈકને કંઈક શીખી શકે છે. કંપનીને આસમાનની ઊંચાઈએ લઈ જવાની વાત હોય કે પછી સમાજના નિરાધારોને મદદ કરવાની હોય આ કંપની દરેક ક્ષેત્રમાં આગળ રહે છે.

થોડા દિવસો પહેલા રતન ટાટાએ પિયાનો શીખવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. જેથી લોકોમાં તેમના પ્રત્યે માન વધી ગયું હતું. ઉદ્યોગપતિ અને સામાજિક કાર્યકર રતન ટાટા પાસે પણ પાયલટનું લાઇસન્સ છે અને આ વાત બહુ ઓછા લોકો જાણે છે. એક રિપોર્ટ અનુસાર રતન ટાટાને 17 વર્ષની ઉંમરે પાયલટનું લાયસન્સ મળ્યું હતું.

રતન તાતાએ જણાવ્યું હતું કે પ્રથમ વખત જ્યારે મેં માત્ર સર્કિટ ટ્રેનિંગ અને લેન્ડિંગ પ્રેક્ટિસ કરી હતી કારણ કે તે સરળ હતું. બીજી વખત હું મારા ત્રણ ક્લાસના મિત્રો સાથે હતો. અમે કોર્નેલની આસપાસ અને એરપોર્ટથી 9 માઇલ દૂર ઉડાન ભરી રભરી હતી અને જેમ તેમ અમે લેન્ડિંગ કર્યું હતું.

કોલેજના દિવસોમાં હેલિકોપ્ટર ઉડાડતી વખતે રતન ટાટા માંડ માંડ બચ્યા હતા. રતન ટાટા સિંગલ એન્જિનનું હેલિકોપ્ટર ઉડાવી રહ્યા હતા અને તેના એન્જિનમાં કોઈ ખામી સર્જાઈ હતી. રતન ટાટાએ કહ્યું કે આ દરમિયાન તેઓ પાણીની સપાટી પર ઉપર ઉડી રહ્યા હતા અને તેમણે માંડ માંડ જમીનના છેડે વિમાન ઉતાર્યું હતું.

Leave a Reply

Your email address will not be published.