ગેસ એજન્સીમાં કામ કરતા વ્યક્તિએ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઈ, વિડીયો બનાવીને આ ત્રણ લોકો પર લગાવ્યો આક્ષેપ

Gujarat

આજના સમયમાં દિવસેને દિવસે આત્મ હત્યાની ઘટનાઓ વધતી જાય છે. ત્યારે હાલ અમદાવાદમાંથી આત્મ હત્યાની એક ઘટના સામે આવી છે. જેના વિશે જાણીને ચોંધાર આંસુએ રડી પડશો. આ યુવકની સ્યુસાઇડ નોટ અને વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ તજતા ચકચાર મચી ગઈ છે.

અમદાવાદના નારોલ વિસ્તરમાં આવેલ વૃંદાવણ નગરમાં રહેતા રેવાભાઈએ આત્મહત્યા કરીને જીવન ટૂંકાવ્યું. તેઓ ડિલિવરી મેન તરીકે કામ કરતા હતા. આત્મહત્યા કરતા પહેલા તેમણે રડતા રડતા એક વિડીયો બનાવીને ત્રણ લોકો પર આક્ષેપ લગાવ્યા છે. તેમનો આ વિડીયો જોઈને લોકો ધ્રુજી ગયા છે.

વિડીયો જોઈ શકાય છે કે તેમણે ગેસ એજન્સીના 3 લોકોએ ટોર્ચર કર્યાના આક્ષેપ કર્યો છે. તેમણે કહ્યું કે મને એજન્સીના મૌલિકભાઈ, શીતલબેન અને રેખાબેન ટોર્ચર કરે છે. મને ફોન કરીને ટોર્ચર કરવામાં આવે છે. હુ આ લોકોને કારણે જ આત્મહત્યા કરું છું. આ 3 લોકો પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે.

રેવાભાઈએ કહ્યું કે મારે કોઈના પૈસા આપવાના બાકી નથી. 12000 ઉપાડ મેં લીધો છે અને ગાડીના 10 હપ્તા બાકી છે. ધવલ તું મમ્મીનું ધ્યાન રાખજે છેલ્લે એવું કહીને રેવાભાઈએ આત્મહત્યા કરી દીધી હતી. જે મામલે નારોલ પોલીસે સ્થળ પર પહોંચીને કાર્યવાહી હાથ ધરી છે. મૃત દેહને પોસ્ટ મોર્ટમ માટે ખસેડવામાં આવ્યો છે.

વીડિયોમાં તેમણે કહ્યું છે માં હું આવતા જન્મે તારો જ દીકરો થાવ એવી ભગવાનને પ્રાર્થના કરું છું. તેઓ જણાવે છે કે હું છેલ્લા 27 વર્ષથી ગેસ એજન્સીમાં ડિલિવરી મેન તરીકે કસમ કરું છું. ગોડાઉનથી ભરેલા બાટલા ગ્રાહકના ઘરે લઇ જવામાં અમને 20 રૂપિયા કમિશન મળે છે. તેઓ કહે છે કે ગેસ એજન્સીના મલિક મૌલિક ભાઈ અને શીતળ બહેન અમને ટોર્ચર કરે છે.

રેવાભાઈએ કહ્યું મારા મરવા પાછળ મારા ઘરવાળાનો કે મારા ભીનો કોઈ વાંક નથી. મૌલિકભાઈ, શીતલબેન અને રેખાબેન મને ટોર્ચર કરે છે. મારા મરવા પાછળ આ ત્રણ જણાનો હાથ છે. તેઓ અમને વીમો કે કોઈપણ હક આપતા નથી. આ લોકો પર કાયદેસર કાર્યવાહી કરવી.

રેવાભાઈએ પોતાના દીકરાને સંબોધીને કહ્યું કે તારી મમ્મીનું ધ્યાન રાખજે અને એને ટાઈમ પર દવા અને જમવાનું આપજે. ઉપરાંત પોતાની પત્નીને કહ્યું કે ગૌરી આપણો આટલો જ સાથ હતો. આવતા જન્મમાં ફરી મળીશું મારી રાહ જોજે. છેલ્લે બધા લોકોને રામ રામ કરીને તેમણે જીવન ટૂંકાવ્યું. હાલ પોલીસે આ અંગે કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published.