ઇતિહાસના એ ધનિક વ્યક્તિ જેમણે 136 કિલો સોનાનુ દાન કરી દીધું, તેમની આ ઉદારતાને કારણે દેશની અર્થવ્યવસ્થા પણ ભાંગી પડી હતી

Story

પૈસા કોને પસંદ નથી. દરેક લોકો ધનવાન બનવા માંગે છે. વ્યક્તિની પાસે જેટલા પૈસા છે તેટલી જ તેની ધનની તૃષ્ણા છે. ટેસ્લા કંપનીના માલિક એલોન મસ્ક અને એમેઝોનના માલિક જેફ બેઝોસ વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ બનવા માટે સ્પર્ધા કરી રહ્યા છે. પહેલા જેફ આગળ હતા અને હવે એલોન મસ્ક હવે આગળ છે.

પરંતુ શું આ લોકો સૌથી અમીર વ્યક્તિ બન્યા પછી પણ ખરેખર સૌથી અમીર હશે? જો ઈતિહાસ ઉપર નજર કરવામાં આવે અને જોવામાં આવે તો હાલમાં તે દુનિયાના સૌથી અમીર વ્યક્તિ ન કહી શકાય. તેમની પાસે સંપત્તિ હોવા છતાં ઇતિહાસમાં એક એવું નામ નોંધાયેલું છે જે આ બંને કરતાં વધુ સંપત્તિના માલિક હતા.

પશ્ચિમ આફ્રિકાના રાજા મનસા મુસાનું નામ ઈતિહાસના પાના પર વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ તરીકે નોંધાયેલું છે. જેમણે 14મી સદીમાં અહીં શાસન કર્યું હતું. જ્યારે તે રાજા બન્યા ત્યારે આખી દુનિયામાં સોનાની માંગ ચરમસીમાએ હતી અને દુનિયાનું અડધું સોનું મુસા પાસે હતું. ઉપરાંત તે માલીની સલ્તનત પર શાસન કરી રહ્યા હતા જ્યાં સોનાના વિશાળ ભંડાર હતા.

મનસા મુસાનું સાચું નામ મુસા કીતા પ્રથમ હતું. પરંતુ સિંહાસન પર બેઠા પછી રાજાને મનસા કહેવામાં આવે છે. આજના સમયના મોરિટાનિયા, સેનેગલ, ધ ગેમ્બિયા, ગિની, બુર્કિના ફાસો, માલી, નાઇજર, ચાડ અને નાઇજીરિયા બધા તેમની સલ્તનતનો ભાગ હતા. મૂસાની સંપત્તિ અને તેના દયાળુ હૃદયને કારણે સમગ્ર દેશની અર્થવ્યવસ્થા બરબાદ થઈ ગઈ હતી.

મૂસાની સંપત્તિ સાથે સંબંધિત એક કિસ્સો ખૂબ પ્રખ્યાત છે. 1324 માં તે મક્કાની મુલાકાત લેવા નીકળ્યા હતા. આ પ્રવાસમાં મનસા મુસાએ સાડા છ હજાર કિલોમીટરનું અંતર કાપ્યું હતું. મુસાનો કાફલો જે જગ્યાએથી પસાર થયો ત્યાંના લોકો તેને જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા. એવું કહેવાય છે કે તેમના કાફલામાં 60 હજાર લોકો હતા. જેમાંથી 12 હજાર ફક્ત મૂસાના અંગત અનુયાયીઓ હતા.

500 લોકો રેશમી ઝભ્ભો પહેરેલા અને સોનાની લગડીઓ લઈને મૂસાના ઘોડાની આગળ ચાલી રહ્યા હતા. આ સાથે આ કાફલામાં 80 ઊંટોનો સમૂહ હતો જેના પર 136 કિલો સોનું લદાયેલું હતું. મૂસાના આ સોનાએ સમગ્ર ઇજિપ્તને ગરીબીની સ્થિતિમાં લાવી દીધું. આ કિસ્સો ખુબજ પ્રખ્યાત છે.

ઈજિપ્તની રાજધાની કૈરોમાંથી પસાર થતી વખતે તેણે પોતાની ઉદારતા બતાવીને અહીંના ગરીબોને એટલું સોનું દાનમાં આપ્યું કે આખા દેશમાં સોનાના ભાવ ગગડી ગયા અને અર્થવ્યવસ્થા પડી ભાંગી. જે બાદ આ દેશમાં અચાનક મોંઘવારી વધી ગઈ. 57 વર્ષની ઉંમરે મુસાના આવસાન બાસ તેના પુત્રએ રાજગાદી સંભાળી પરંતુ તે આ સામ્રાજ્ય ચલાવી શક્યો નહીં. ત્યારબાદ મુસાની સલ્તનત સમય જતાં નાના-નાના ટુકડાઓમાં વહેંચાઈ ગઈ.

Leave a Reply

Your email address will not be published.