ઉનાળામાં લોકોને કાળઝાળ ગરમીનો સામનો કરવો પડે છે. ત્યારે બદલાતી સીઝનની અસર લોકો પર દેખાવા લાગી છે. આ વખતે માર્ચ મહિનાના તડકાને કારણે લોકોના સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડી છે. લોકો બીમાર પડી રહ્યા છે. કાળઝાળ ગરમી અને તડકાને કારણે હૃદયરોગના દર્દીઓની મુશ્કેલી ખુબ વધી શકે છે.
ઋતુ બદલાવાને કારણે વાતાવરણમાં ફેરફાર જોવા મળે છે. બદલાતી ઋતુમાં લોકો ઘણીવાર ઝડપથી થાકી જાય છે. જો તમારી સાથે પણ આવું થઈ રહ્યું હોય તો સાવધાન થઈ જાઓ. આ સમસ્યાને કારણે તમારા હૃદય પર અસર થતી કરી શકે છે. જેના કારણે ઉનાળાની ઋતુમાં હાર્ટ એટેકનું જોખમ વધારે રહે છે.
હકીકતમાં ઉનાળામાં વ્યક્તિના શરીરમાં લોહીનું પ્રમાણ ઘટી જાય છે, પરંતુ લોકો ગરમીનો થાક સમજીને તેની અવગણના કરે છે. જો તમને પણ આવું થાય છે તો તરત જ ડૉક્ટરની સલાહ લો. ગરમીની સીઝનમાં કેટલીકવાર લોકો બેભાન થઈ જાય છે. કારણે કે આ સ્થિતિમાં આપણું હૃદય લોહીનો સંચાર નથી કરી શકતું તેથી બેભાન થવાની સ્થિતિ સર્જાઈ શકે છે જેના કારણે હાર્ટ એટેક પણ આવી શકે છે.
લોકો ગરમીની સીઝનમાં તડકાને કારણે લોકો જલદી થાકી જાય છે. જેથી લોકો વધારે ચાલવાનું પણ ટાળે છે. આવી સ્થિતિમાં શરીરમાં ફેટ વધવા લાગે છે જેની સીધી અસર હાર્ટ પર થાય છે. વજન વધવાની સાથે જ આપણા હૃદયનો આકાર પણ મોટો થઈ જાય છે. હૃદયનો આકાર વધવાથી હાર્ટ એટેક જેવી બીમારીનું જોખમ વધી જાય છે. જેથી મેદસ્વી લોકો હાર્ટ એટેક આવવાની સંભાવના વધુ છે.