ઇતિહાસના આ રાજા કચરો ઉપાડવા માટે 100 કરોડની કારનો ઉપયોગ કરતા, સમગ્ર કહાની જાણીને ચોંકી જશો

Story

રાજા મહારાજાની વાતો અને તેમની જીવનશૈલી વિશે બધા લોકો જાણતા હશે. પરંતુ આજે અમે તમને ઇતિહાસના એક એવા રાજા વિશે જણાવીશું જે જાહોજલાલી વાળું જીવન જીવતા હતા. આ રાજા કચરો ઉઠાવવા માટે પણ રોલ્સ રોયસ જેવા લકઝરી વાહનોનો ઉપયોગ કરતા હતા.

આ કહાની રાજસ્થાનના અલવરના એક રાજાની છે. જેનું નામ મહારાજા જય સિંહ પ્રભાકર છે. તેમના જીવન સાથે જોડાયેલ એક કિસ્સો ખૂબ જ પ્રખ્યાત છે. વર્ષ 1920 આસપાસનો આ કિસ્સો ખુબજ પ્રખ્યાત છે. આ સમયે રાજા જયસિંહ લંડનમાં હતા. એક દિવસ તે રાજાનો પહેરવેશ છોડીને સામાન્ય વસ્ત્રોમાં લંડન ફરવા નીકળ્યા હતા.

આ દરમિયાન તેમની નજર રોલ્સ રોયસના શોરૂમ પર પડી. શોરૂમની અંદર પાર્ક કરેલી એક વૈભવી કાર જોઈને રાજાને આકર્ષિત થયા તેથી તે તેને જોવા માટે અંદર ગયા. તેમણે સાદા કપડા પહેરેલા હોવાથી શોરૂમનો સ્ટાફ તેને ઓળખી શક્યો ન હતો અને તેને ગરીબ સમજીને બહાર જવાનું કહ્યું હતું.

રાજાએ આ વાતને ધ્યાનમાં રાખી લીધી અને નક્કી કર્યું કે તે રોલ્સ રોયસ કંપનીને પાઠ ભણાવશે. આ માટે તેમણે રોલ્સ રોયસના શોરૂમમાં રાજાની જેમ પ્રવેશ કર્યો. શોરૂમ સ્ટાફને પહેલેથી જ સમાચાર મળી ગયા હતા કે અલવરના રાજા કાર ખરીદવા આવી રહ્યા છે. તેથી તેઓએ રાજા જયસિંહને ખૂબ મન સમ્માન આપ્યું.

રાજાએ સમય બગાડયા વગર રોલ્સ રોયસના અનેક વાહનો એક સાથે ખરીદવાનો આદેશ આપ્યો. એવું કહેવાય છે કે તેણે તમામ વાહનો માટે રોકડમાં ચૂકવણી કરી હતી. આટલો મોટો ઓર્ડર મળ્યા બાદ શોરૂમના તમામ કર્મચારીઓ ખૂબ જ ખુશ હતા. પરંતુ તેઓ જાણતા ન હતા કે રાજા જય સિંહ તેમના વાહનો સાથે આગળ શું કરવા જઈ રહ્યા છે.

ભારતમાં વાહનોની ડિલિવરી થતાં જ રાજા જયસિંહે તમામ વાહનો નગરપાલિકાને સોંપી દીધા. તેમજ આદેશ કર્યો કે આજથી આ વાહનો દ્વારા જ કચરો ઉપાડવામાં આવશે. રાજાના આ પગલા પછી રોલ્સ રોયસની કાર મજાક બનવા લાગી. લોકો તેને ખરીદવાનું ટાળવા લાગ્યા. બધા વિચારવા લાગ્યા કે ભારત જે કારમાં પોતાનો કચરો રાખે છે તે કાર કોઈ કેવી રીતે ચલાવી શકે.

એવું કહેવાય છે કે અંતે કંપનીએ રાજા જય સિંહને પત્ર લખીને તેના કર્મચારીના વર્તન માટે માફી માંગી હતી. આ સાથે તેમની કારમાંથી કચરો ઉપાડવાનું બંધ કરવામાં આવે તેવી વિનંતી કરવામાં આવી હતી. રાજા જયસિંહે પણ મોટું દિલ રાખીને કંપનીને માફ કરી દીધી આ કર મારફતે કચરો ઉપાડવાનું કામ બંધ કરી દીધું.

આ પગલાથી રાજા જય સિંહ વિશ્વને સંદેશ આપવામાં સફળ રહ્યા કે કોઈ વ્યક્તિને તેના કપડાથી ઓળખવી યોગ્ય નથી. માણસ કપડાંથી અમીર કે ગરીબ નથી બનતો. રાજા જાય સિંહે માત્ર રોલ્સ રૉયસ કંપનીના ખરાબ વર્તન કરતા કર્મચારીને જ નહિ પરંતુ દરેક લોકોને પાઠ ભણાવ્યો.

Leave a Reply

Your email address will not be published.