રાજા મહારાજાઓ વિષે જાણવા માટે સૌ કોઈ ઉત્સુક હોય છે. પહેલાના સમયમાં તો રાજા મહારાજાઓને અને તેમનો પહેરવેશ જોવો સામાન્ય બાબત હતી. પરંતુ આજના સમયમાં તો આ બધું માત્ર સિરિયલ અને ફિલ્મોમાં જ જોવા મળે છે. ત્યારે આજે અમે તમને એક એવા રાજવીર વિષ જણાવીશું જેણે પોતાની સંસ્કૃતિ આજે પણ જાળવી રાખી છે.
આપણે બધા જાણીએ છીએ કે ભાવનગર શહેર એ પહેલેથી જ રાજાઓ અને મહારાજાઓનું શહેર માનવામાં આવે છે. કહેવાય છે કે તે જાહોજલાલી ભર્યું જીવન જીવે છે. ત્યારે આજે ભાવનગરમાં કૃષ્ણકુમાર સિંહના વંશજોએ તેમની આ સંસ્કૃતિ જાળવી રાખ્યા છે. તેઓ લોકોમાં ખુબ જાણીતા છે.
ભાવનગરના રાજા કૃષકુમાર સિંહજી વિશે સૌ કોઈ જાણતું હશે. ત્યારે આજે અમે તેમના વંશજ એવા યુવરાજ સિંહજીની વાત કરીશું. તેઓ પોતાની જીવનશૈલીને કારણે ઘણીવાર ચર્ચામાં હોય છે. યુવરાજસિંહજીએ પોતાના ઉદાર સ્વભાવને કારણે સમગ્ર ભાવનગર વાસીઓનાં દિલમાં જગ્યા બનાવી છે.
જયવીરરાજ સિંહ ભાવનગરના યુવરાજ સાહેબ તરીકે ઓળખાય છે. યુવરાજ સિંહ સામાજિક પ્રવૃતિઓ સાથે પણ જોડાયેલા છે. યુવરાજ સિંહ હંમેશાલોકોની સેવા કરવા માટે મોખરે રહે છે. જયારે પણ ભાવનગરમાં રહેતા લોકોને કોઈ તકલીફ કે સમસ્યા પડે તો તરત જ યુવરાજ સિંહ મદદ કરવા માટે પહોંચી જાય છે.
યુવરાજ સિંહએ સ્વિઝર્લેન્ડમાંથી માસ્ટર ઓફ ડિગ્રી મેળવી હતી. તેઓ હાલમાં એક ફિટનેસ કન્સલ્ટ છે. યુવરાજ સિંહ ભાવનગરના સ્ટેટ બોડી બિલ્ડીંગ એસોસિએસનના પ્રમુખ છે અને સાથે સાથે બૉલીવુડના અભિનેતાઓ સાથે પણ તેઓ જોડાયેલા છે. યુવરાજ સિંહ પોતાના ઉદાર સ્વભાવને કારણે લોકોના દિલમાં વસી ગયા છે.
ભાવનગર શહેરમાં કોઈ બહારનું વ્યક્તિ કે મહેમાન આવે તો યુવરાજ સિંહ તે મહેમાનોને ભાવનગરની સંસ્કૃતિથી પરિચિત કરાવે છે. યુવરાજસિંહજી જીન્સ પેન્ટની સાથે સાથે રજવાડી પોશાક પણ પહેરે છે. તેમણે આજે પણ પોતાની સંસ્કૃતિ અને વંશ પરંપરાને જાળવી રાખી છે. યુવરાજ સિંહજીના ઘણા ચાહકો છે.