વાહનોના વધુ પડતા ઉપયોગને કારણે ઇંધણનો ઉપયોગ પણ વધતો ગયો છે. ત્યારે ઇંધણના ભાવમાં સતત વધારો થઇ રહ્યો છે. મોંઘવારીનો આ માર ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોને વધારે લાગે છે. પેટ્રોલિયમ પેદાશોના ભાવમાં સતત બીજા દિવસે વધારો થયો છે. પેટ્રોલમાં લીટર દીઠ 80 પૈસા જયારે ડીઝલમાં 82 પૈસાનો વધારો થયો છે.
નવા ભાવ વધારા મુજબ લીટર દીઠ પેટ્રોલનો ભાવ 96.67 જયારે ડીઝલના ભાવ 90.73 રહેશે. જે બુધવારે સવારે 6 વાગ્યાથી લાગુ થશે. પેટ્રોલિયમ પેદાશોના ભાવ ગત વર્ષે ઓક્ટોબરમાં વધીને 105 સુધી પહોંચ્યા હતા. જો કે દિવાળી બાદ કેન્દ્ર સરકાર દ્વારા ટેક્સમાં ઘટાડો થતા ભાવ 95 રૂપિયા આસપાસ આવી ગયો હતો.
ઇંધણના ભાવમાં ધીમે ધીમે વધારો થતા પેટ્રોલ અને ડીઝલના ભાવ આસમાને પહોંચી ગયા છે. જેના કારણે લોકોને ફટકો લાગ્યો છે. ત્યારે આજે થયેલી જાહેરાત પ્રમાણે લિટરદીઠ પેટ્રોલનો ભાવ 96.87 રૂપિયા જયારે ડીઝલનો ભાવ 90.73 રૂપિયા થવા જઈ રહ્યો છે. જે આગામી બુધવારે સવારે 6 વાગ્યાથી લાગુ થશે.
અગાઉ પણ રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ થતા ક્રૂડ ઓઈલના ભાવમાં વધારો થશે તેવી ચર્ચાઓ થઇ રહી હતી. કારણ કે યુદ્ધના પગલે બજારોમાં ક્રૂડ ઓઈલના ભાવ 118 ડોલર પરી બેરલ પહોંચી ગયા હતા. જો કે ભારતમાં યુપી, પંજાબ સહીત પાંચ રાજ્યોમાં ચાલી રહેલી ચૂંટણીને કારણે સરકારે ક્રૂડ ઓઈલના ભાવમાં વધારો કર્યો નહીં. જેથી હાલ પેટ્રોલિયમ પેદાશમાં વધારો થતો જોવા મળી રહ્યો છે.