પાણી એ અમૂલ્ય છે. ચોમાસાના વસાદને કારણે જળાશયોમાં પાણી ભરાય છે જેનો ઉપયોગ આખું વર્ષ કરી શક્ય છે. ત્યારે આ વર્ષે જળાશયોમાં પાણીનું સ્તર નીચે જતા લોકોની ચિંતામાં વધારો થયો છે. ગુજરાતની જીવાદોરી સરદાર ડેમ છે. જેમાં અત્યારે પાણીનો જથ્થો ગયા વર્ષની સરખામણીમાં ઘણો ઓછો છે.
સરદાર સરવોર ઉપરાંત ઘણા બધા જળાશયોમાં પાણીના સ્તર નીચા છે. જો કે આ વર્ષે ઉનાળો તો જેમ તેમ પસાર થઇ જશે. પરંતુ આ વર્ષે જો પૂરતા પ્રમાણમાં વરસાદ નહિ આવે તો આવનરા સમયમાં ગુજરાતના લોકોએ પાણીની તંગીનો સામનો કરવો પડશે. જેથી અત્યારથી જ દરેક લોકોએ પાણીનો બચાવ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ.
લોકોની માનસિકતા એવી છે કે વરસાદ સારો થયો છે તેથી પાણીની સમસ્યા સર્જાશે નહીં. જેથી કરીને લોકો પાણીનો બેફામ ઉપયોગ કરે છે. તેમજ જરૂર વગર પાણીના નળ ખુલ્લા મૂકી દે છે. લોકો બે બે દિવસે પોતાના વાહનો ખુલ્લા પાણીથી સાફ કરે છે. પરંતુ જો આમ જ પાણીનો વ્યય થતો રહેશે તો આવનારા સમયમાં પાણીની તંગીની મોટી સમસ્યા ઉભી થશે.
પાણીને લઈને લોકોમાં જાગૃતતા લાવવી ખુબજ જરૂરી અન્યથા ભાવિ પેઢીને પાણીને ભયંકર તંગીનો સામનો કરવો પડશે. લોકોએ પાણીનો વ્યય ટાળવો જોઈએ. ઉપરાંત કેટલાક લોકોના ઘરે નળ ટપકતા જોય છે જેને કારણે પાણીનો વ્યય થતો હોય છે તેથી નળ રીપેર કરવાનીને પાણીને બચાવવું જોઈએ કારણ કે જળ છે તો જ જીવન છે. તેથી દરેક લોકોએ પાણીનો બચાવ કરવો જોઈએ.