ચૂંટણી પહેલા જ આ રાજકીય નેતા પર બૉમ્બ ફેંકીને હત્યા કરાઈ, ત્યારબાદ હુમલાખોરોએ આગ લગાવી જેમાં 10 લોકો જીવતા સળગી ગયા

India

હાલ દરેક જગ્યાએ ચૂંટણીની તૈયારીઓ ચાલી રહી છે. દર વખતે ચૂંટણી પહેલા કેટલાક રાજકીય નેતાઓ પર હુમલાઓ થતા હોય છે. ત્યારે હાલ એક ઘટર્ના સામે આવી છે. જેમાં રસ્તા પર જઈ રહેલા રાજકીય નેતા પર અજાણ્યા શખ્સ દ્વારા બૉમ્બથી હુમલો કરતા રાજકીય નેતાનું મોટ નીપજ્યું.

સોમવારે મોડી રાત્રે બંગાળના બિરભુમના રામપુરહાટમાં બૉમ્બ ફેંકીને પંચાયત નેતા ભાદુ શેખની હત્યા કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ આ નેતા સ્ટેટ હાઇવે 50 પર જઈ રહ્યા હતા ત્યારે અજાણ્યા શખ્સોએ બૉમ્બ ફેંકતા તેઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા. ત્યારબાદ સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમને મૃત જાહેર કરાયા.

મીડિયા રિપોર્ટ અનુસાર ભાદુ શેખ કોંગ્રેસ પાર્ટીના નેતા હતા. તેઓ સ્ટેટ હાઇવે 50 પાર જઈ રહ્યા હતા ત્યારે તેમના પર બૉમ્બ ફેંકીને હત્યા કરવામાં આવી હતી. ભાદુ શેખની હત્યા કર્યા બાદ તે જ રાત્રે હુમલાખોરોએ ભાદુ શેખના ગામમાં આગ લગાવી હોવાની ઘટના સામે આવી છે. જેમાં 10 લોકો જીવતા સળગી ગયા.

હાલ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને તપાસ હાથ ધરી છે. ઉપરાંત હુમલા સાથે જોડાયેલ એક વ્યક્તિની પોલીસે ધરપકડ કરી છે. બંગાળમાં ગયા વર્ષે પણ ચૂંટણીના પરિણામો જાહેર થયા બાદ હિંસાની ઘટના બની હતી. જેમાં 16 લોકોએ જીવ ગુમાવ્યો હતો. ત્યારે આ વર્ષે ચૂંટણી પહેલા બનેલી આ દુઃખદ ઘટનાની પોલીસે તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published.