માનતા પુરી થતા સવા ત્રણ લાખ રૂપિયા દાન કરવા યુવક મોગલધામ પહોચ્યો, પછી જે થયું જે જાણીને તમને પણ નવાઈ લાગશે

Religious

આપણા દેશમાં ઘણા બધા મંદિરો આવેલા છે. દરેક મંદિરોમાં ભક્તો દૂર દૂરથી દર્શન કરવા માટે આવે છે. ત્યારે આજે અમે તમને મોગલ માતાના એક એવા મંદિર વિશે જણાવીશું જ્યાં માતા સાક્ષાત બિરાજે છે. માતાના આ મંદિરે આવતા કોઈ પણ ભક્ત ખાલી હાથે પાછા ફરતા નથી.

થોડા દિવસ પહેલા એક યુવકે માતાની માનતા રાખી હતી અને કહ્યું હતું કે માનતા પુરી થવા પર ત્રણ લાખ વીસ હજાર રૂપિયા ચઢાવીસ. યુવકની માનતા પુરી થયા પર તે આખો પરિવાર માં મોગલ ધામ કાબરાઉમાં પોતાની મનાતા પુરી કરવા માટે આવ્યા અને તેમણે મણિધર બાપુને ત્રણ લાખ અને વીસ હજાર રૂપિયા આપ્યા.

માતા તો પોતાના દરેક ભક્તની ઈચ્છા પૂરી કરે છે. બસ ખાલી અડગ મને શ્રદ્ધા રાખી માતાનું નામ લેતા તે બધું હાજર કરી દે છે. આ યુવકે માનતા પૂરી થતાં મણીધર બાપુના હાથમાં પૈસા મૂક્યા એટલે બાપુએ પૂછ્યું કે માં મોગલે તમારી માનતા પુરી કરી. તો પરિવારના લોકોએ કહ્યું કે હા મારી માનતા પુરી થઇ ગઈ અને આજે અમે માનતા પુરી કરવા માટે આવ્યા છીએ.

ત્યારે મણિધર બાપુએ તે બધા જ પૈસા પોતાના હાથમાં લીધા અને તેમાં બે રૂપિયા ઉમેરીને તે પૈસાના બે ભાગ કરીને સરખા ભાગે તેમની સાથે આવેલી બે મહિલાને આપ્યા અને કહ્યું કે માં મોગલે તમને આ રૂપિયા આપ્યા છે. માતાને આ પૈસાની કોઈ જરૂર નથી. માં મોગલ તો આપનાર છે લેનાર નથી.

મણીધર બાપુએ કહ્યું આ પૈસા કોઈ સારી જગ્યાએ વાપરજો. જેથી માં મોગલ તમારા પર ખુશ થશે. ત્યારબાદ આ મહિલાઓએ મણિધર બાપુના આશીર્વાદ લીધા અને બાપુએ પણ દીકરીઓને માથે હાથ મૂકી આશીર્વાદ આપ્યા અને કહ્યું કે માં મોગલમાં વિશ્વાસ રાખજો પણ કયારેય અંધશ્રદ્ધા ના રાખતા. અંધશ્રદ્ધામાં ખોટા પૈસા ન વાપરતા. બાપુની આ વાતથી ત્યાં ઉપસ્થિત તમામ લોકો ખુશ થઈ ગયા.

Leave a Reply

Your email address will not be published.