ગુજરાત વિધાનસભામાં આજે એક નવો આધ્યાય આલેખાશે. દેશના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પ્રથમવાર ગુજરાત વિધાનસભાને સંબોધવા જઈ રહ્યા છે. મહામહિમ રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદ વિધાન સભાના ધારાસભ્યોને સંબોધશે. તેમનો દ્વારિકાનો કાર્યક્રમ પણ રદ કરવામાં આવ્યો છે.
હાલ ગુજરાત વિધાનસભામાં બજેટ સત્ર ચાલુ છે. ત્યારે મહામહિમ રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદને વિધાનસભા સત્રમાં આવવા માત્રે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું હતું. જેનો મહામહિમ રાષ્ટ્રપતિએ સહર્ષ સ્વીકાર કર્યો છે. ત્યારે આજે રાષ્ટ્રપતિ ગુજરાત વિધાનસભાને સંબોધશે.
ગુજરાત વિધાનસભા સત્રનો આરંભ મહામહિમ રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદનાં સંબોધનથી કરવામાં આવશે. આ ઉપરાંત આવતી કાલે ગુજરાતમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી પણ ઉપસ્થિત રહેશે. આગામી 24 જુલાઈએ શ્રી રામનાથ કોવિંદનો રાષ્ટ્રપતિ તરીકેનો કાર્યકાળ પૂરો થવા જઈ રહ્યો છે. ત્યારે ગુજરાતમાં તેમની રાષ્ટ્રપતિ તરીકેની અંતિમ મુલાકાત હોઈ શકે છે.
ગુજરાત રાજ્ય રાષ્ટ્રપતિ તથા વડાપ્રધાનનું પસંદગીનું રાજ્ય હોય તેવું પણ કહી શકાય. કારણે કે ગુજરાત હંમેશા વિકાસના મોડેલ તરીકે રહ્યું છે. ત્યારે આજે મહામહિમ રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. રાષ્ટ્રપતિ આગામી બે દિવસ ગુજરાત પ્રવાસે છે.
ઇતિહાસમાં પ્રથમવાર રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ગુજરાત વિધાનસમભાને સંબોધશે. આજે સવારે 11 કલાકે રાષ્ટ્રપતિનું સંબોધન રાખવામાં આવ્યું છે. અગત્યનું છે કે મહામહિમ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંગ આજે દ્વારિકાના પ્રવાસે જવાના હતા. જો કે આ કાર્યમકર્મને છેલ્લી ઘડીએ તેમાં ફેરફાર કરવામાં આવ્યો છે. તેઓ આગામી બે દિવસ ગુજરાતમાં રહેશે.