ગુજરાતીઓ માટે ગૌરવની વાત, ઇતિહાસમાં પહેલી વાર એકસાથે 25 ગુજરાતીઓ IPS અધિકારી બનશે

Gujarat

હાલના સમયમાં અભ્યાસ પ્રત્યેની જાગૃતિ વધતા મોટા ભાગના લોકો સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે. એક સમય એવો હતો જ્યારે ગુજરાતમાંથી ભાગ્યે જ કોઈ સરકારી પરીક્ષા પાસ કરતુ હતું. ત્યારે લોકોમાં જાગૃતિ આવતા એ દિવસ આવી જ ગયા જ્યારે એકસાથે 20 કરતા વધારે ગુજરાતીઓ આઇપીએસ અધિકારી બનશે.

ઈતિહાસમાં પ્રથમવાર એકસાથે આટલા બધા ગુજરાતીઓ આઇપીએસ અધિકારી માટે નોમીનેટ થવા જઈ રહ્યા છે. જે દરેક ગુજરાતી માટે ગૌરવની વાત કહેવાય. વર્ષ 2011માં dysp તરીકે ભરતી થયેલા 25 જેટલાં અધિકારીઓની આઇપીએસ નોમીનેશન માટેની કલિયરિંગ પ્રોસેસ પૂર્ણ થઈ છે. જેથી આવનારા સમયમાં એકસાથે 20 કરતા વધારે ગુજરાતીઓ આઇપીએસ અધિકારી તરીકે ફરજ બજાવશે.

અત્યાર સુધીના રેકોર્ડ મુજબ ગુજરાતના આઇપીએસ અધિકારીઓની નિમણૂક 2:1 રેશિયો પર થતી આવી છે. જેમાં upsc પાસ કરીને 2 તથા gpsc પાસ કરીને પ્રમોશન લેનાર 1 આઇપીએસ હોય છે. ત્યારે ઈતિહાસમાં પ્રથમવાર એકસાથે 25 ગુજરાતીઓ આઇપીએસ તરીકે ફરજ બજાવશે. ઈતિહાસમાં પહેલા ક્યારેય પણ એકસાથે 25 ગુજરાતીઓ આઇપીએસ અધિકારી બન્યા નથી.

આઇપીએસ તરીકે નોમીનેટ થનાર અધિકારીઓમાં સુરતના નાયબ પોલીસ કમિશનર પન્ના મોમાયા, અમદાવાદ શહેરના કન્ટ્રોલરૂમ પોલીસ કમિશનર ડો. હર્ષદ પટેલ ઉપરાંત અમદાવાદ શહેરના ઝોન 4 નાયબ કમિશનર રાકેશ એચ ગઢીયા સહિતના 25 ગુજરાતીઓ એકસાથે આવનારા સમયમાં આઈપીએસ તરીકે ફરજ બજાવશે. જે દરેક ગુજરાતી માટે ગૌરવની વાત છે.

Leave a Reply

Your email address will not be published.