સુરતમાં થોડા દિવસ પહેલા એકતરફી પ્રેમમાં પાગલ યુવકે 21 વર્ષીય યુવતીનું જાહેરમાં ગળું કાપીને મોતને ઘાટ ઉતારી દીધી હતી. આ ઘટનાએ સમગ્ર ગુજરાતને હચમચાવી દીધું હતું. ત્યારે ગુજરાતમાં ફરી એકવાર એકતરફી પ્રેમમાં પાગલ યુવકે 19 વર્ષીય યુવતીની જઘન્ય હત્યા કરી નાખી. રસ્તો પણ લોહીલુહાણ કરી દીધો.
વડોદરા શહેરના નેશનલ હાઇવે પર જાંબુવા બ્રિજ નજીક આ ઘટના બની છે. એકતરફી પ્રેમમાં પાગલ યુવકે 19 વર્ષીય યુવતીનો જીવ લીધો. ઘટનાની જાણ થતા પોલીસની ટિમ ઘટના સ્થળે દોડી આવી હતી. જ્યાં લોહીથી લથબથ હાલતમાં યુવતીની લાશ મળી આવી. હત્યારાએ યુવતીનો જમણો હાથ કાપીને ફેંકી દીધો હતો.
તપાસ દરમિયાન જાણકારી મળી છે કે આ યુવતી વડોદરા શહેરના માણેજામાં પોતાના મામાના ઘરે રહીને અભ્યાસ કરતી હતી. તૃષા નામની યુવતીની અજાણ્યા શખ્સોએ ક્રૂર હત્યા કરીને લાશ હોઇવે પાસે ફેંકી દીધી હતી. તપાસ દરમિયાન યુવતીનું આધારકાર્ડ મળી આવું હતું. જેમાં યુવતી મૂળ પંચમહાલ જિલ્લાની હોવાનું સામે આવ્યું છે.
પોલીસ તપાસ દરમિયાન યુવતીના માથા અને મોઢાના ભાગે પણ હત્યારાઓએ તીક્ષ્ણ હથિયાર વડે ઘા માર્યા હોય તેવા નિશાન મળી આવ્યા છે. ઉપરાંત યુવતીનો જમણો હાથ કાપીને શરીરથી દૂર ફેંકી દીધો હતો. યુવતીની કરપીણ હત્યા કરીને તેની લાશ હાઇવે પાસે ફેંકીને આરોપી ત્યાંથી ફરાર થઇ ગયો હતો.
જો કે ક્રાઇમ બ્રાન્ચે તૃષાની હત્યા કરનાર આરોપી કલ્પેશને ઝડપી પાડયો હતો. આરોપીની પ્રાથમિક પૂછપરછ દરમિયાન તેણે વિદ્યાર્થિનીને ઘાતકી હથિયારથી 10 થી પણ વધુ ઘા મારીને મોતને ઘાટ ઉતારી હોવાનું કબૂલ કર્યું હતું. આરોપી કલ્પેશ તૃષાને પ્રેમ કરતો હતો. પરંતુ યુવતી તેણે પસંદ નહોતી કરતી. આરોપીએ ગઈકાલે સાંજે તૃષાને મળવા બોલાવીને તેને મોતને ઘાટ ઉતારી દીધી.
આરોપી કલ્પેશ યુવતીને બ્લેક મેઈલ પણ કરતો હતો. તેને અગાઉ પણ ગોળીઓ ખાઈને આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. કલ્પેશ અને તૃષા વચ્ચે ત્રણ વર્ષ પહેલા સંબંધો હતા. ત્યારબાદ કારણોસર તેમનું બ્રેકઅપ થઇ ગયા હતું પરંતુ કલ્પેશ તૃષાને પ્રેમ કરતો હતો. કલ્પેશે યુવતીને મળવા બોલાવી હતી અને ના આવે તો મારી નાખવાની ધમકી આપી હતી. તેથી યુવતી મળવા જતા આવેશમાં આવીને ત્યાં જ હત્યા કરી નાખી.
થોડા દિવસ પહેલા સુરતના પાસોદરા વિસ્તારમાં ફેનિલ નામના યુવકે 21 વર્ષીય યુવતીની હત્યા કરી નાખી હતી. આ બનાવ ભારે ચર્ચાસ્પદ બન્યો હતો. ત્યારે હાલ વડોદરામાંથી તૃષા નામની યુવતીનો લોહીની લથબથ હાલતમાં મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગયો છે. પોલીસે વિવિધ પાસાઓને ધ્યાનમાં રાખીને આ અંગે તપાસ હાથ ધરી છે.