હાલ સમગ્ર ગુજરાતમા તૃષાની હત્યાની ચર્ચાઓ થઈ રહી છે. વડોદરા શહેરમાં એકતરફી પ્રેમમાં પાગલ કલ્પેશ 19 વર્ષીય યુવતીની બેરહમીથી હત્યા કરી નાખી. આ સમાચાર સાંભળતા જ સમગ્ર ગુજરાતમાં ખળભળાટ મચી ગયો છે. દરેક જગ્યાએ તૃષાની હત્યાની ચર્ચાઓ થઈ રહી છે. ગુજરાતમાં આવી ક્રૂર ઘટનાઓ બનતા દરેક દીકરીના માતાપિતા ચિંતિત છે.
વડોદરામાંથી આ સનસનાટીભર્યા સમચાર સામે આવતા દરેકનું ખૂન ઉકળવા લાગ્યું છે. તૃષાની હત્યા કરનાર કલ્પેશ તો ગ્રીષ્માના હત્યારા ફેનિલ કરતા પણ માથાભારે નીકળ્યો. હત્યારો કલ્પેશ તૃષાની હત્યા કરીને બિનદાસ પોતાના ઘરે જતો રહ્યો હતો. માત્ર એટલું જ નહિ પરંતુ તૃષાનો ફોન બંધ કરી દીધો હતો અને પોતાનો ફોન ચાલુ રાખીને સંતાડી દીધો હતો.
તૃષાની હત્યા કર્યા બાદ કલ્પેશે તૃષાનું સ્કૂટર રોડથી એક કિલોમીટર દૂર મૂકી દીધું હતું. હત્યારા કલ્પેશે તો તમામ હદો વટાવી દીધી. કલ્પેશે તૃષાની હત્યા કરીને તેના જ દુપટ્ટાથી લોહીવાળું પાળીયું સાફ કર્યું. ત્યારબાદ કલ્પેશ ઘરે જઈને બિનદાસ સૂઈ ગયો હતો અને પાળિયુ પણ છુપાવી દીધું હતું. હત્યારાએ તૃષાનો જમણો હાથ કાપીને ફેંકી દીધો હતો.
ઉલ્લેખનીય છે કે મંગળવારે સાંજે સાત વાગ્યે મુજાર ગામડી ગામની સીમમાં આવેલ સોમાભાઈના ખેતરમાંથી 19 વર્ષીય યુવતી તૃષાનો હાથ કપાયેલી હાલતમાં મળી આવ્યો હતો. ત્યારે કંટ્રોલ મેસેજના આધારે પોલીસ તથા ક્રાઇમ બ્રાન્ચની ટીમ ઘટના સ્થળે પહોંચી આવી હતી. આ દરમિયાન લાશ પાસેથી મૃતકનું આધારકાર્ડ મળી આવતા યુવતીની ઓળખ થઈ હતી.
હત્યારાએ યુવતીના શરીર પર પાળિયાથી 10 જેટલાં ઘા ઝીંકીને કરપીણ હત્યા કરી નાખી હતી. આ કમકમાટીભર્યા બનાવમાં વડોદરા ક્રાઇમ બ્રાન્ચે ગણતરીની કલાકોમાં જ આરોપીને પકડી પાડયો હતો. ત્યારબાદ કઠોર રીતે પૂછપરછ કરતા આરપી કલ્પેશ ભાંગી પડ્યો હતો અને હત્યાની કબૂલાત કરી હતી. હાલ પોલીસે આ કેસ અંગે કાર્યવાહી હાથ ધરી છે.