આજે પણ સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજી દાદા આપે છે સતના પરચા, મંદિર પાસે આવેલા 176 વર્ષ જુના કુવા સાથે જોડાયેલ રહસ્ય ભાગ્યે જ કોઈ જાણે છે

Religious

ગુજરાતમાં હનુમાનજીના ઘણા બધા મંદિરો આવેલા છે. દરેક મંદિરમાં ભક્તો દૂર દૂરથી દર્શને આવે છે. ત્યારે સાળંગપુરમાં આવેલા શ્રી કષ્ટભંજન દાદાના ધામ વિશે સૌ કોઈ જાણતું હશે. અહીં દેશ વિદેશમાંથી ભક્તો દાદાના દર્શને આવે છે. કહેવાય છે કે સાળંગપુરમાં આવેલ કષ્ટભંજન હનુમાનજીની એક માત્ર એવી મૂર્તિ છે જેમાં તેઓ હસતા હોય તેઓ ભાવ જોવા મળે છે.

દાદાનું આ ધામ ભક્તો માટે આસ્થાનું કેન્દ્ર છે. સ્વામિનારાયણ ધર્મના અનાદિમુળઅક્ષરમૂર્તિ યોગીવર્ય સદગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામીએ સ્વહસ્તે આ મૂર્તિની સ્થાપના કરી છે. કહેવાય છે કે જયારે તેઓ સત્સંગ પ્રસારણ અર્થે સાળંગપુર આવ્યા ત્યારે ભક્તોની મનોવ્યથા સમજી ગયા હતા. જેથી અનંત જીવોના દુઃખ દૂર કરવા માટે તેમણે શ્રી કષ્ટભંજન હનુમાનજીને અહીં પધારવાનું સંકલ્પ કર્યો.

ગોપાળાનંદ સ્વામીએ ગામના પાદરમાં એક પાળિયા પર પોતાના હાથે દાદાની મૂર્તિ દોરી અને બોટાદ ગામના કાના કાદીયને બોલાવીને મૂર્તિ બનાવડાવી. ત્યારબાદ તાત્કાલીક એક સુંદર નાનકડું મંદિર બનાવીને તેમાં પોતાના હસ્તે આ મૂર્તિની સ્થપના કરી. ત્યારબાદ સ્વામીએ સમધિયોગમાં શ્રીજીના સંકેત દ્વારા હનુમાનજીને આ મૂર્તિમાં બિરાજવા આહવાન આપ્યું.

કહેવાય છે કે અનાદિમુળઅક્ષરમૂર્તિ યોગીવિર્ય સદગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામીની આજ્ઞા થતાની સાથે જ શ્રી રામદૂત હનુમાનજી આ મૂર્તિમાં અવિર્ભાવ પામ્યા. આ સાથે જ મૂર્તિ થર થર ધ્રુજવા લાગી હતી. સ્વામીના આહવાન બાદ મારૂતિનંદન તુરંત હસવા લાગ્યા હતા. આ સ્મિત આજે પણ કષ્ટભંજન દેવની મૂર્તિ પર જોઈ શકાય છે.

આ મંદરીમાં આજે પણ પ્રસાદી સ્વરુપે ગોપાળાનંદ સમયની લાકડી રાખવામાં આવી છે. આ મંદિરની પાસે જ 176 વર્ષ જૂનો પાણીનો કૂવો આવેલો છે. કહેવાય છે કે વર્ષો પૂર્વે આખું ગામ આ કૂવાનું પાણી પીવા આવતું હતું. તેથી ગોપાળાનંદ સ્વામીએ પાણી પીવા આવતા દરેક ભક્તોને દર્શનનો લાભ મળે તે માટે આ સ્થાન પર મંદિર બનાવ્યું હતું.

કહેવાય છે કે દર શુક્રવારે આ કુવામાંથી પાણી લેવામાં આવે છે. ત્યારબાદ આ પાણીથી દાદાની મૂર્તિની બાજુમાં રાખવામાં આવેલી ગોપાળાનંદ સ્વામીની લાકડી પર અભિષેક કરવામાં આવે છે. જે મંદિરે આવતા ભક્તોને પ્રસાદી સ્વરૂપે આપવામાં આવે છે. કહેવાય છે કે મંદિર નિર્માણ વખતે ગોપાળાનંદ સ્વામીએ વરદાન આપ્યું હતું કે જે કોઈ પણ કષ્ટભંજન દેવના દરબારમાં આવશે તેના દરેક કષ્ટ દૂર થશે.

Leave a Reply

Your email address will not be published.