ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી ગરમીના પ્રમાણમાં વધારો થયો છે. ત્યારે વાતાવરણમાં અચાનકથી પલટો આવતા ખેડૂતો પણ ચિંતામાં મુકાયા છે. આજે સવારે અમદાવાદ સહીત ગુજરાતના કેટલાક વિસ્તારોમાં આજે વાતાવરણ બદલાતા ડબલ ઋતુનો અનુભવ થઇ રહ્યો છે.
વાદળછાયા વાતાવરણને કારણે સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ઠંડકનો અનુભવ થઇ રહ્યો છે. દાહોદ, નવસારી અને મહીસાગર જેવા વિસ્તારોમાં વિસ્તાઓમાં વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ છે જેના કારણે ખેડૂતોમાં ચિંતા છવાઈ છે. વાતાવરણમાં પલટો આવતા સમગ્ર વિસ્તારમાં ઠંડક છવાઈ છે.
23 માર્ચ એટલે કે વિશ્વ હવામાન દૈવસે વાતાવરણમાં ફેરફાર જોવા મળ્યો. સમગ્ર દેશ અને દુનિયા પર ગ્લોબલ વોર્મિંગની અસર થઇ રહી છે જે ખુબજ ચિંતાજનક બાબત છે. અનિયમિત સમયે ઋતુમાં થતા ફેરફારને કારણે પાકને પણ નુકસાન થઇ શકે છે. તેથી વાદળછાયા વાતાવરણને કારણે હાલ ખેડૂતોમાં ચિંતા વધી છે.
વાતાવરણમાં થતા ફેરફારને કારણે કેરી અને શાકભાજીના પાકને નુકસાન થઇ શકે છે. મહીસાગર અને નવસારીમાં વહેલી સવારથી જ વાદળા ઘેરાયા છે. તેથી જો કમોસમી વરસાદ થશે તો ઘઉં, ચણા અને મગના પાકને નુકસાન થવાની સંભાવના છે. ડબલ ઋતુને કારણે આવો ચિંતાજનક માહોલ સર્જાયો છે.