ગલી બોય ફિલ્મમાં કામ કરી ચૂકેલા આ ગુજરાતી યુવકનું માત્ર 24 વર્ષની વયે નિધન, હોળી પહેલા બહેનો પાસે બંધાવી હતી રાખડી

Entertaintment

આજના સમયમાં લોકોને હાર્ટ એટેક આવવાની સમસ્યાઓ વધી છે. ત્યારે ફિલ્મ ગલી બોય ફેમ રેપ ધર્મેશ ઉર્ફે MC Tod Fod નું માત્ર 24 વર્ષની ઉંમરે હાર્ટ એટેક આવતા મોત થયું છે. ત્યારે તેના ચાહકો અને પરિવારજનોને આંચકો લાગો છે. ધર્મેશનું અવસાન હાર્ટ એટેકને કારણે થયું હોવાનું સામે આવ્યું છે.

ધર્મેશન મમ્મીએ મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે ચાર મહિનામાં બે વાર તેને હાર્ટ એટેક આવ્યો હતો. ત્રીજીવારમાં હું તેને બચાવી શકી નહીં. તેઓ જણાવે છે કે મારો દીકરો હોળી ઇવેન્ટ માટે નાસિક ગયો હતો ત્યારે તેના મિત્રનો ફોન આવ્યો કે ધર્મેશનું અવસાન થઇ ગયું છે.

પહેલા તો આ વાત પર મને વિશ્વાસ આવ્યો નહીં. પછી જયારે ખબર પડી કે તેને રમતા રમતા અચાનક ચક્કર આવી ગયા હતા. તે કઈ બોલતો ન હોવાથી તેના મિત્રોએ હાર્ટ પર પ્રેશર આપવાનું શરૂ કર્યું હતું. જો કે હોશમાં ન આવતા તેને ઊંચકીને હોસ્પિટલ લઇ જતા હતા. પરંતુ નજીકમાં કોઈ હોસ્પિટલ ન હોવાને કારણે તેણે રસ્તામાં જ ઘૂંટી ઘૂંટીને દમ તોડયો.

ધર્મેશના માતા જણાવે છે કે જયારે મને આ ઘટનાની જાણ થઇ ત્યારે હું ભાંગી પડી હતી. ધર્મેશના પિતા નાસિક જઈને ડેડ બોડી લઇ આવ્યા હત્યા. ત્યારબાદ બીજા દિવસે તેના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. ધર્મેશને બે વાર હાર્ટ એટેક આવ્યો હતો. ત્યારબાદ તેની હાર્ટ સર્જરી પણ કરાવવામાં આવી હતી. તેઓ કહે છે કે આ વખતે હું મારા દીકરાને બચાવી શકી નહીં.

ધર્મેશને બે નાની બહેન પણ છે. કદાચ દાર્મેશને પહેલેથી જ ખ્યાલ આવી ગયો હશે કે તે પરત નહિ આવે તેથી તેણે હોળીના આગળના દિવસે પોતાની બહેન પાસે રાખડી બંધાવી હતી. માત્ર સગી બહેન જ નહિ પરંતુ કાકાની દીકરીઓ પાસે પણ તેમણે રાખડી બંધાવી હતી. ધર્મેશની બહેનો ભાઈને યાદ કરીને ખુબ રડી રહી છે.

રણવીર સિંહની ફિલ્મ ગલી બોયમાં રેપ સોન્ગ ગયા બાદ ધર્મેશ ખુબ ફેમસ થઇ ગયો હતો. તેના ઘણા બધા ફેન ફોલોઇંગ પણ છે. ધર્મેશ બોલીવુડમાં પોતાનું નામ બનાવવા માંગતો હતો પણ તેની આ સિહહ અધૂરી રહી ગઈ. ધર્મેશના માતા કહે છે મારા ઘરનો ચિરાગ હંમેશા માટે ઓલવાઈ ગયો. ધર્મેશના ચાહકોને પણ મોટો આઘાત લાગ્યો છે.

Leave a Reply

Your email address will not be published.