વડોદરા શહેરના નેશનલ હાઇવે પર જાંબુવા બ્રિજ નજીક એકતરફી પ્રેમમાં પાગલ યુવકે 19 વર્ષીય યુવતીની કરપીણ હત્યા કરી નાખી. ઘટનાની જાણ થતા પોલીસની ટિમ ઘટના સ્થળે દોડી આવી હતી. જ્યાં લોહીથી લથબથ હાલતમાં યુવતીની લાશ મળી આવી. હત્યારાએ યુવતીનો જમણો હાથ કાપીને ફેંકી દીધો હતો.
આરોપી કલ્પેશ યુવતીની કરપીણ હત્યા કરીને ભાગી ગયો હતો. જો કે વડોદરા પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચે ઘટનાની કલાકોમાં જ હત્યારાને દબોચી લીધો હતો. આ ચકચારી હત્યા કેસમાં આજે આરોપી કલ્પેશને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. જ્યાં પોલીસની ટિમ વચ્ચે રહેલા આરોપી કલ્પેશના ચહેરા પર કોઈપણ પસ્તાવો કે દુઃખ જોવા મળ્યું નહીં.
આરોપી કલ્પેશને સાંજે ચાર વાગ્યે કોર્ટમાં જજ સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો. આ દરમિયાન કોર્ટમાં મિનિટ કાર્યવાહી ચાલી હતી. જો કે આ દરમિયાન આરોપી કલ્પેશ કોઈપણ દર વિના બેસી રહ્યો હતો અને જે કોઈ સવાલ પૂછે તેની આંખમાં આંખ મિલાવીને તે જવાબ આપતો હતો. તેના ચહેરા પર શરમનો હાવભાવ દેખાયો નહીં.
તૃષા હત્યા કેસમાં પોલીસે આરોપી કલ્પેશના પાંચ દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. જો કે જજ દ્વારા ત્રણ દિવસના રિમાન્ડની મંજૂરી આપવામાં આવી હતી. આ સાંભળીને જ આરોપી કલ્પેશ ડરી ગયો હતો અને મુઠ્ઠીઓ વાળીને બેસી ગયો હતો. ત્રણ દિવસના રિમાન્ડ બાદ આરોપી કલ્પેશને ફરી કોર્ટમાં હાજર કરવામાં આવશે.
વડોદરા શહેરના જાંબુવા વિસ્તારમાં તૃષા પોતાના મામાના ઘરે રહીને અભ્યાસ કરતી હતી. ત્યારે 22 માર્ચે પ્રેમ સંબંધ તોડી નાખતા કલ્પેશે તૃષાને મુજર ગામડી પાસે ખેતરમાં બોલાવીને રહેંસી નાખી હતી. આરોપીએ 19 વારસિયા તૃષાને પાળિયાથી 10 જેટલા ઘા ઝીંકીને મોતને ઘાટ ઉતારી દીધી હતી. સમગ્ર ઘટનાની જાણ થતા પોલીસે તપાસ હાથ ધરી છે.