ગ્રીષ્મા હત્યાકેસ બાબતે કોર્ટમાં FSL ના અધિકારીઓની જુબાની લેવાઈ, ફેનિલના વાયરલ રેકોર્ડિંગ બાબતે કર્યો આ મોટો ખુલાસો

Gujarat

સુરતના પાસોદરા વિસ્તારમાં સરાજાહેર કરાયેલ ગ્રીષ્મા વેકરીયા હત્યા કેસની કાર્યવાહી કોર્ટમાં ચાલી રહી છે. હત્યા કેસમાં સંડોવાયેલા આરોપી ફેનિલ સંડોવાયેલ આરોપી ફેનિલ વિરુદ્ધ કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે. જેમાં અત્યાર સુધીમાં સો કરતા પણ વધારે સાક્ષીઓની જુબાની લેવામાં આવી છે. ત્યારે કેસ સાથે જોડાયેલી એક પછી એક કડીઓ ખુલવા લાગી છે.

કોર્ટમાં એફએસએલના બે અધિકારીઓની જુબાની લેવામાં આવી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે ફેનિલ અને તેના મિત્ર સાથેની વાતચીતનો વિડીયો ઓરિજનલ છે. સાથે સાથે ગ્રીષ્માની હત્યાનો વાયરલ થયેલો વિડીયો પણ ઓરિજનલ હોવાનું જણાવ્યું છે. તેમણે કહ્યું કે આ કોલ રેકોર્ડિંગ અને વિડીયો સાથે કોઈ ચેડાં કરવામાં નથી આવ્યા.

કોર્ટમાં ટ્રાયલ દરમિયાન ગ્રીષ્માની હત્યાનો વધુ એક વિડીયો રજૂ કરવામાં આવ્યો હતો. જેમાં ગ્રીષ્મા બચાવ માટે તરફડીયા મારતી હતી અને તેની માતા પણ દીકરીને બચાવવા માટે પ્રયાસ કરતી હોય તેવું દેખાય આવે છે. વિડીયોમાં સ્પષ્ટ દેખાઈ આવે છે કે ફેનિલે ગળા પર બે વાર ચપ્પુ ફેરવ્યા છતાં પણ ગ્રીષ્માનો જીવ જ જતા ત્રીજા ઘાએ ગ્રીષ્માને મોતને ઘાટ ઉતારી દીધી.

થોડા સમય પહેલા ફેનિલ અને તેના મિત્રની ઓડિયો ક્લિપ વાયરલ થઇ હતી. જેમાં આરોપી ફેનિલે તેના મિત્રને કોલ કરીને કહ્યું હતું કે હું ઓલીની મારી નાખવાનો છુ. આ ઓડિયો ક્લિપ સત્ય છે કે તેની સાથે કોઈ ચેડાં કરવામાં આવ્યા છે તેની તાપસ ચાલી રહી ચેઈ. ત્યારે એફએસએલના અધિકારીએ કોર્ટમાં જણાવ્યું છે કે આ ઓડિયો ક્લિપ ઓરિજનલ છે. તેની સાથે કોઈ ચેડાં કરવામાં આવ્યા નથી.

કોર્ટમાં એફએસએલના બે અધિકરીની જુબાની લેવામાં આવી હતી. જયારે હવે કોર્ટમાં મોબાઈલ કંપનીના અધિકારીની પણ જુબાની લેવામાં આવશે. આ સાથે જ સરકાર ક્લોઝિંગ પ્રોસેસ શરૂ કરે તેવી શક્યતા છે. હાલ ગ્રીષ્માનો હત્યારો ફેનિલ લાજપોર જેલમાં બંધ છે.

Leave a Reply

Your email address will not be published.