ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી ક્રાઇમ વધી રહ્યા છે. ત્યારે હવે રાજ્ય સરકાર એક અગત્યની નીતિ ઘડી રહી છે. ગુજરાતમાં ધોળા દિવસે ઘાતકી હત્યાઓ થઇ રહી છે. જેથી તંત્ર દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. જેથી જો કોઈ ગુનો થશે તો ગુનેગાર કોઈ કાળે નહિ છૂટે. ગુજરાત પોલીસની ત્રીજી આંખ ખુલશે.
ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાના અમલની સાથે ટેક્નોલોજીનો વધુ ઉપયોગ કરવા સરકાર અલગ અલગ નીતિ નિયમો બનાવી રહી છે. ત્યારે ગુજરાતમાં થતા ગુનાઓને રોકવા માટે અને ગુજરાતને ક્રાઇમ મુક્ત બનાવવા માટે તંત્ર દ્વારા આઈ વે સિસ્ટમ લાગુ કરવામાં આવશે. તો જાણીએ શું છે આઈ વે સિસ્ટમ.
દુનિયામાં ક્રાઇમ રોકવા અને નાગરિકોની સુરક્ષા વધારવામાં સીસીટીવીની ભૂમિકા મહત્વની સાબિત થઇ રહી છે. ત્યારે ગુજરાત રાજ્ય સરકાર સીસીટીવી અંગેની નવી નીતિ ઘડી રહી છે. જેમાં તમામ જાહેર સ્થળો, કોમર્શિયલ ઇમારતો અને સોસાયટીઓમાં આંતરિક સિસિટીવી કેમેરા મુકાવમાં આવશે. જેનો સેન્ટ્રલ કમાન્ડ જે તે વિસ્તારના પોલીસ મથકમાં રહેશે અને તેનો ડેટા અને ફૂટેજ પણ શેર કરી શકાશે.
ગુનાઓ ઉકેલવા માટે સીસીટીવી અગત્યની ભૂમિકા ભજવી છે. જેથી સરકાર આ નેટવર્કને વધુ મજબૂત બનાવવા માંગે છે. હાલ રાજ્ય સરકારે પોલીસ તંત્રના કમાન્ડ હેઠળ મોટા શહેરોમાં આઈ વે પ્રોજેક્ટ અમલી બનાવી દીધા છે. જેનો કન્ટ્રોલ જે તે પોલીસ મથકમાં રહેશે. જેના કારણે શહેરભરની સ્થિતિ પર નજર રહેશે.
જાહેર ઇમારતો અને સોસાયટીના અંદરના ભાગોમાં સીસીટીવી કેમેરા મુકવામાં આવશે. જેથી રાજ્યને ક્રાઇમ મુક્ત કરી શકાય. માત્ર એટલું જ નહિ પરંતુ ટ્રાફિકના નિયમોના ભંગમાં પણ આઈ વે પ્રોજેક્ટ મહત્વનો સાબિત થયો છે. કાયદા અનુસાર આ સીસીટીવી ફુટેજનો ઉપયોગ ફક્ત મર્યાદિત હેતુ માટે થશે. જેના માટેના કાયદામાં ખાસ જોગવાઈ કરવામાં આવશે.