ધ કપિલ શર્મા શો ને લઈને છેલ્લા એક અઠવાડિયાથી વિવાદ ચાલી રહ્યો હતો. ત્યારે હાલ લોકોનો ફેવરિટ ધ કપિલ શર્મા શો બંધ થવાના સમાચાર સામે આવ્યા છે. અગાઉ પણ ધ કપિલ શર્મા શો ને તાળા લાગ્યા હતા ત્યારે ફરી એકવાર વિદાદ થતા શો બંધ થવા જય રહ્યો છે. છેલ્લા એક અઠવાડિયાથી આ શો ને લઈને વિવાદ ચાલી રહ્યો હતો.
ઉલ્લેખનીય છે કે ધ કાશ્મીર ફિલ્મને લઈને આ શો વીવડમાં છે. ધ કાશ્મીર ફાઇલ્સના ડાયરેક્ટર વિવેક અગ્નિહોત્રીના જણાવ્યા અનુસાર કપિલ શર્માએ આ ફિલ્મને પ્રમોટ કરવાની ના પાડી દીધી હતી. આ સમાચાર સામે આવતા જ લોકો ભડકી ગયા હતા અને ટ્વીટરમાં છેલ્લા પાંચ દિવસથી કપિલ શર્મા બાયકોટ ટ્રેન્ડ કરતું રહ્યું.
એક અહેવાલ અનુસાર કપિલ અને તેમની ટિમ દ્વારા એક નવા કોમેડિયન પ્રોજેક્ટની તૈયારીઓ ચાલી રહી છે. જેના કારણે બ્રેકની જરૂર હોવાથી તેઓ શો બંધ કરી રહ્યા છે. અહેવાલ અનુસાર તેઓ થોડા સમયના બ્રેક બાદ કપિલ શર્મા અને તેમની ટિમ નવી સીઝનની શરૂઆત કરશે.
રિપોર્ટ અનુસાર કપિલ શર્મા પોતાના અંગત કારણોસર શો બંધ કરવા જઈ રહ્યા છે. તેઓ પોતાની ટિમ સાથે કેનેડાનો પ્રવાસ કરશે જે પહેલા આ શો બંધ કરવામાં આવશે. મળતી માહિતી અનુસાર કપિલ એક ફિલ્મનું શૂટિંગ કરવા જઈ રહ્યા છે. તેઓ ફિલ્મમાં પણ કામ કરશે અને ત્યારબાદ નવી સીઝનમાં શો શરૂ કરશે.