કેરી એ ફળોનો રાજા છે, આ દિવસોમાં કેરીના ઝાડ ફૂલથી ભરેલા છે. ઉનાળો આવતાની સાથે જ લોકો કેરી ખાવા માટે અને નવી નવી જાતની કેરીઓ વિશે જાણવા માટે આતુર હોય છે. આ દરમિયાન એક એવી કેરીની તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે જેને જોઈને ખાવાની ઈચ્છા થઇ જશે પણ તમે આ કેરીની સિક્યોરિટી વિશે જાણીને ચોંકી જશો.
હકીકતમાં મધમાખીઓના મધપૂડા વચ્ચે આ એક કેરી ઉગી છે, જેને તોડવા માટે પથ્થર ફેંકવાનું વિચારનારાઓ પણ ધ્રૂજી જશે. મધમાખીઓ કેટલી ખતરનાક હોય છે તેના વિશે સૌ કોઈ જાણતું હશે. રિટાયર્ડ IPS આરકે વિજે 20 માર્ચે પોતાના ટ્વિટર એકાઉન્ટ પર આ તસવીર શેર કરી હતી. તેમણે કેપ્શનમાં લખ્યું હતું કે સિઝનની પહેલી કેરી તે પણ ઝ પ્લસ સિક્યુરિટી સાથે. આ અંગે લોકો અલગ અલગ રીતે કોમેન્ટ કરી રહ્યા છે.
ફળોનો રાજા કેરી સૌને પસંદ છે. તેની બજારમાં ઘણી બધી જતો ઉપલબ્ધ છે. તેની કિંમત પણ વિવિધતા અનુસાર નક્કી કરવામાં આવે છે. સિઝન પહેલા તો કેરીના ભાવ આસમાને સ્પર્શતા જ રહે છે. ત્યારે ઉનાળાના દિવસોમાં કેરીઓ ખીલે છે. જેમણે પોતાના બગીચામાં આંબા વાવ્યા છે તેઓ આંબા ઉગતાની સાથે જ તેની કાળજી લેવાનું શરૂ કરી દે છે.
20 માર્ચે નિવૃત્ત IPS આરકે વિજના ટ્વિટર એકાઉન્ટ દ્વારા શેર કરાયેલ કેરીની એક તસવીર સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે. કેરીની તસવીર શેર કરતી વખતે નિવૃત્ત IPSએ કેપ્શનમાં લખ્યું કે સિઝનની પહેલી કેરી તે પણ Z પ્લસ સુરક્ષા સાથે. વાસ્તવમાં આ કેરી મધમાખીઓથી ઘેરાયેલી હોય છે.
સોશિયલ મીડિયા પર આ તસવીર જોઈને લોકો અલગ અલગ પ્રકારની કોમેન્ટ કરી રહ્યા છે. કોઈ કહે છે કે એક વાર પથ્થર ફેંકી જુઓ જયારે કોઈ કહે છે કે મારતા પહેલા હાથ ધ્રૂજવા લાગશે. એક ટ્વિટર યુઝર લખે છે કે આ Z+ નથી પણ Z+++++ સુરક્ષા છે. એકે લખ્યું છે કે ઘણા વર્ષોથી આ કેરી સિઝનની પ્રથમ કેરી રહી છે. લોકો આ કેરી વિશે જાણીને ચોંકી ગયા છે.