બે બે વાર જેના પર ગુજસિકોટ લાગેલ છે તે માથાભારે સજ્જુને આખરે સુરત પોલીસે પકડી પાડ્યો, એવી જગ્યાએથી મળ્યો કે જાણીને તમને પણ નવાઈ લાગશે

Gujarat

આજના સમયમાં દેશભરમાં ક્રાઇમ વધતા જાય છે. ત્યારે ગુજરાતમાં ગુજસીટોક કાયદો અમલમાં કરવામાં આવ્યો હતો. આ કાયદો અમલમાં લાવવા પાછળનો ઉદ્દેશ્ય કોઇપણ શહેરમાં કે ગામમાં ઓર્ગેનાઈઝ્ડ રીતે ગુનાહિત પ્રવૃત્તિ આચરતી ટોળકી ઉપર કાબુ લાવવાનો છે. ત્યારે સુરતના સજજુ કોઠારી પર બીજીવાર ગુજસીટોક લાગ્યો છે.

સજ્જુ ગુનાહિત ઇતિહાસ ધરાવતો રીઢો ગુનેગાર છે. સાજીદ ઉર્ફે સજ્જુ ઉપર અનેક કેસો દાખલ થઇ ચુક્યા છે. જ્યારથી ગુજસીટોક અમલમાં આવ્યો છે ત્યારથી ગુજરાતનો આ પહેલો કિસ્સો છે જેમાં એક જ વ્યક્તિ સામે બે વખત ગુજસીટોકનો ગુનો દાખલ કરાયો હોય. કુખ્યાત અને માથાભારે સજજુને પાઠ ભણાવવા માટે સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ઓપરેશન શરૂ કરાયું હતું.

સુરત ક્રાઇમ બ્રાન્ચે ખુબજ ચતુરાઈપૂર્વક કામ કર્યું અને ગુપ્ત રૂમમાં છુપાયેલા સજ્જુને પકડી પાડયો. સુરત પોલીસ કમિશનરે જણાવ્યું કે સાજીદ ઉર્ફે સજ્જુને ઝડપી પાડવા માટે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ઓપરેશન શરૂ કરાયું હતું. જ્યારે સજ્જુના ઘરે પોલીસની ટીમ પહોંચી. ત્યારે હજુ ઘરમાં ન હોવાનું તેમના પરિવારના સભ્યોએ જણાવ્યું હતું.

પરંતુ પોલીસે તેના ઘરમાં સર્ચ ઓપરેશન શરૂ કરતાં સજ્જુ એક નાના ગુપ્ત રૂમની અંદરથી મળી આવ્યો હતો. પોલીસની ટીમે તેને ઘરમાંથી ધરપકડ કરીને આજે સુરત કોર્ટની અંદર રજૂ કર્યો હતો. જ્યાં 12 દિવસના રિમાન્ડ મેળવ્યા છે. સુરત પોલીસ અમે ક્રાઇમ બ્રાન્ચે ચતુરાઈપૂર્વક સજ્જુને પકડી પાડયો. ઉપરાંત સુરત પોલિસ કમિશનરે કહ્યું છે કે કોઈપણ ચમરબધીને છોડવામાં આવશે નહીં.

Leave a Reply

Your email address will not be published.