ગુજરાતના કેટલાક એવા ગામડાઓ છે જે પોતાની આગવી વિશેષતાને કારણે પ્રખ્યાત છે. જયારે કેટલાક ગામડાઓ વિકાસની દ્રષ્ટિએ હજુ સુધી પાછળ છે. આજે અમે તમને સૌરાષ્ટ્રના ભાવનગર જિલ્લાના એક એવા ગામ વિશે જણાવીશું જે વિકાસ અને સગવડતાથી સજ્જ છે. માત્ર એટલું જ નહિ પરંતુ આ ગામ ગુજરાતના મીની સુરત તરીકે ઓળખાય છે.
ભાવનગર જિલ્લાના ગારિયાધાર તાલુકામા આવેલા પરવડી ગામનું નામ લગભગ સૌ કોઈએ સાંભળ્યું હશે. આ ગામ મીની સુરત તરીકે ઓળખાય છે. મોડર્ન વિલેજ તરીકેની છાપ ધરાવતું ભાવનગરનું આ ગામ સુવિધા અને વિકાસની દ્રષ્ટિએ આગવી ઓળખ ધરાવે છે. મિની સુરત તરીકે ઓળખાતું આ ગામ અનેક સગવડો અને સુવિધાઓથી ભરપૂર છે.
જો તમે પરવડી ગામની મુલાકાત લેશો તો તમને એક મોડર્ન વિલેજનો અનુભવ થશે. આ ગામમાં ભવ્ય બંગલા જોવા મળશે. આ ઉપરાંત ઘણા બધા ઘરોમાં કાર પણ જોવા મળશે. સુવિધાઓથી સજ્જ એવા પરવડી ગામમાં બેન્ક પણ આવેલી છે. ગામના લોકોની જાગૃતતાને કારણે જ આ ગામમાં વિકાસ થયો છે.
મીની સુરત તરીકે ઓળખાતા આ ગામમાં મુખ્યત્વે પટેલ અને કોળી સમાજના લોકો રહે છે. જો આ ગામમાં કોઈ મુશ્કેલી કે અગવડ ઉભી થાય તો ગામના લોકો સાથે મળીને તેનું નિરાકરણ લાવે છે. આ ગામમા પાણીના સંગ્રહ માટે ટાંકી, ગાર્ડન, સારા રોડ,શાળા, પશુ પક્ષીઓ માટે ચબુતરો, આધુનિક ઢબનુ મોક્ષ ધામ, શોપિંગ મોલ, આશ્રમ વગેરે સુવીધાઓ છે. આ ગામ મોર્ડન વિલેજનો અનુભવ કરાવે છે અને દરેક ગામ માટે પ્રેરણારૂપ છે.