આજે પણ રાજપરામાં સાક્ષાત બિરાજે છે ખોડિયાર માતા, જાણો કેવી રીતે રાજપરા આવ્યા હતા ખોડિયાર માતા

Religious

ગુજરાતમાં ખોડિયાર માતાના ઘણા બધા મંદિરો આવેલા છે, જેમાંથી ત્રણ મંદિરો ખુબ પ્રખ્યાત છે. જે માટેલ, ગળધરા અને રાજપરા ધામ છે. ખોડિયાર માતા અઢારે વરણના કુળદેવી તરીકે પૂજાય છે. ભક્તો દૂર દૂરથી માતાના દર્શને આવે છે અને ધન્યતા અનુભવે છે. માતાના દરેક મંદિર સાથે કોઈને કોઈ રસપ્રદ કહાની જોડાયેલી છે.

ભાવનગર જિલ્લાના રાજપરા ધામમાં માં ખોડિયાર સાક્ષાત બિરાજે છે. રાજપરા વાળા ખોડિયાર માતા વિશે લગભગ સૌ કોઈ જાણતા હશે. રાજપરા ધામ ખુબ જ રમણીય છે, જેથી પર્યટકો માટે આકર્ષણનું સ્થાન બન્યું છે. માત્ર ભારતમાંથી જ નહિ પરંતુ દેશ વિદેશમાંથી લોકો અહીં દર્શાનર્થે આવે છે અને માતાના આશીર્વાદ મેળવે છે.

કહેવાય છે કે રાજપરાવાળા ખોડિયાર માતાના મંદિરમાં માત્ર માથુ જુકાવવાથી ભક્તોના તમામ દુખો દૂર થાય છે. રાજપરા ખોડિયાર માતાના મંદિર પાસે એક ધરો આવેલો છે જેને તાંતણિયા ધરા તરીકે ઓળખવામાં આવે છે. કહેવાય છે કે માં ખોડિયારના દરેક મંદિર નદી કે ધરાની આસપાસ જ હોય છે.

રાજપરા વાળા ખોડિયાર માતાના મંદિર પાસે તાંતણીયો ધરો આવ્યો હોવાથી તેમને તાંતણિયા ધરા વાળા ખોડિયાર માતા તરીકે પણ ઓળખવામાં આવે છે. ખોડિયાર માતાના આ ધામમાં દર રવિવારે અને મંળવારે ભક્તોની ભીડ જામેલી હોય છે. માતાનાદર્શને આવતા તમામ ભક્તો લાપસીનાં પ્રસાદનો લાભ અવશ્ય લે છે.

કહેવાય છે કે વર્ષો પહેલા ખોડિયાર માતાના આ મંદિરનું બાંધકામ ભાવનગરના રાજવી આતાભાઈ ગોહિલે કરાવ્યું હતું. ત્યારબાદ ભાવસિંહ દ્રિતીય દ્વારા મંદિરનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો હતો. આ રાજવીએ માતાજીને સોનાનું છત્તર પણ અર્પણ કર્યું હતું. રાજપરા ધામમાં ખોડિયાર માતાની સાત બહેનોનું મંદિર પણ આવેલું છે.

લોકવાયકા અનુસાર ભાવનગરના રાજાની ભૂલને કારણે ખોડિયાર માતા રાજપરામાં બિરાજમાન થયા હતા. લોક કથા અનુસાર વર્ષો પૂર્વે જયારે શિહોરથી ગોહિલવાડની રાજધાની ભાવનગર ખસેડવામાં આવી હતી ત્યારે ભાવનગરના રાજાએ માતાજીને ભાવનગર પધારવા માટે વિનંતી કરી હતી. જેથી ખોડિયાર માતા ભાવનગર આવવા માટે તૈયાર થયા.

મતહિ ભાવનગર આવવા માટે તૈયાર તો થઇ ગયા પરંતુ તેમણે એક શર્ત રાખી હતી. માતાજીએ રાજાને કહ્યું કે હું તારી સાથે તો આવીશ પરંતુ તું આગળ ચાલજે અને હું તારી પાછળ આવીશ. આ દરમિયાન છેક ભાવનગર સુધી તારે પાછું વળીને જોવાનું નહીં. રાજાએ શરત માન્ય રાખી તેથી માતાજી રાજાની પાછળ ચાલવા લાગ્યા.

રાજા આગળ ચાલતા હતા અને માં ખોડિયાર તેમની પાછળ પાછળ ચાલવા લાગ્યા. માતાજી ચાલતા ચાલતા વરતેજ પહોંચ્યા એટલે તેમણે રાજાની પરીક્ષા લેવાનું વિચારીને ઝાંઝરનો અવાજ બંધ કરી દીધો. અવાજ બંધ થતા રાજાને શંકા ગઈ જેથી તેમને પાછું વાળીને જોયું. બસ ત્યારે જ માતા તે સ્થળે સમાઈ ગયા. જેથી અહીં ખોડિયાર માતાનું મંદિર બાંધવામાં આવ્યું.

વરતેજમાં માં આવેલા માતાના મંદિરને નાની ખોડિયાર મંદિર કહેવામાં આવે છે. રાજપરાને ખોડિયાર માતાનું પ્રાગટ્ય સ્થાન તો વરતેજને ખોડિયાર માતાનું સંધિ સ્થળ માનવામાં આવે છે. દર્શને આવતા તમામ ભક્તો આ બન્ને મંદિરે આવે છે અને માતાના આશીર્વાદ મેળવે છે. ઉપરાંત તાંતણિયા ધરમાં પગ ધોવે છે. માતા ખોડિયાર દર્શને આવતા તમામ ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે.

Leave a Reply

Your email address will not be published.