આજકાલના યુવાનો શેરબજાર જતા પહેલા ચેતી જજો, રાજકોટના યુવકના શેરબજારમાં રૂપિયા ડૂબી જતાં જીવન ટૂંકાવ્યું

Gujarat

અત્યારના સમયમાં જ્યાં જુઓ ત્યાં લોકો શેર બજારમાં રોકાણ કરી રહ્યા છે. શેર બજારમાં ચઢાવ ઉતાર તો આવ્યા જ કરે છે. હાલ પણ એવું જ થયું છે. રશિયા યુક્રેન યુદ્ધને કારણે શેર બજાર નીચું આવી ગયું છે. જેમાં લોકોના લખો કરોડો રૂપિયા ડૂબી રહ્યા છે. જેથી લોકો તણાવમાં આવી રહ્યા છે.

ગુજરાતમાંથી એક એવો જ કિસ્સો સામે આવ્યો છે. રાજકોટના એક 25 વર્ષીય યુવકે શેર બજારમાં લખો રૂપિયાનું રોકાણ કર્યું હતું. ત્યારે શેર બજાર નીચું જતા પૈસા ડૂબી ગયા હોવાથી ડિપ્રેશમાં આવીને યુવકે આત્મહત્યા કરી લીધી. યુવકે પોઇન્ટ્સ ઘરની રૂમમાં જ ગળા ફાંસો ખાઈને મોતને વ્હાલ કર્યું.

મળતી માહિતી અનુસાર રાજકોટના મોરબી રોડ પર સેટેલાઇટ ચોક નજીક આવેલ બ્રહ્માની પાર્કમાં રહેતા રહેતા 25 વર્ષીય યુવક રોહિત ગોરધનભાઈએ પોતાના રૂમમાં જ ચાદર બાંધીને ગળા ફાંસો ખાઈને જીવન ટૂંકાવી દીધું. જમવાના સમયે જયારે પરિવારજનો રોહિતને બોલાવવા માટે તેના રૂમમાં ગયા ત્યારે રોહિતનો દેહ લટકતો જોઈને તેમની ચીસ નીકળી ગઈ. ત્યારબાદ હોસ્પિટલ લઇ જતા મૃત જાહેર કરવામાં આવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે રોહિતના પિતાએ થોડા સમય પહેલા જમીન વેચીને દીકરાને 80 લાખ રૂપિયા આપ્યા હતા. રોહિતે આ પૈસામાંથી લોન ચૂકતે કરીને બાકી બચેલા 67 લાખ રૂપિયા શેર બજારમાં રોક્યા હતા. ત્યારે શેર બજારમાં પૈસા ડૂબી ગયા હતા. યુવકના પિતાએ પૈસા વિશે પૂછ્યું તો તેણે પિતાને પૈસા શેર બજારમાં ડૂબી ગયા છે તેવું કહીને આત્મહત્યા કરી લીધી. હાલ આ અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published.