હીરા ઘસવાનું કામ છોડીને બન્યા સોંગ ડાયરેક્ટર આજે મોટા મોટા કલાકારો સાથે કરે છે કામ, જાણો સુરતના પ્રણવભાઈની સફળતાની કહાની

Story

આજના સમયમાં લોકો પોતાની મહેનત અને આવડતના દમ પર લાખો રૂપિયાની કમાણી કરી રહ્યા છે. ત્યારે આજે અમે તમને ગુજરાતના એક એવા વ્યક્તિ વિષે જણાવીશું જેમણે માત્ર સાત ધોરણ સુધીનો અભ્યાસ કર્યો છે. તેમણે સુરતમાં હીરા ઘસવાનું છોડીને પોતાના શોખને આગળ વધાર્યો અને આજે લાખોની કમાણી કરી રહ્યા છે.

ગુજરાતીઓ માટે કહેવાય છે કે વ્યક્તિ જો ધારે તો તે શૂન્યથી શિખર સુધી પહોંચી શકે છે. ત્યારે આજે અમે તમને સુરતના એક એવા વ્યક્તિ વિશે જણાવીશું જેમણે આ કહેવતને સાકાર કરી છે. માત્ર સાત ચોપડી ભણેલા સુરતના પ્રણવભાઈ પોતાની મહેનતના દમ પર આજે ઢોલીવુડના મોટા મોટા સ્ટાર્સને પણ કેમેરામાં નચાવે છે.

તમને જાણીને નવાઈ લાગશે કે માત્ર સાત ચોપડી ભણેલા પ્રણવભાઈ પહેલા હીરા ઘસવાનું કામ કરતા હતા. પરંતુ પોતાની આવડતના દમ પર આજે વાર્ષિક 12 કરતા પણ વધારે કમાણી કરી રહ્યા છે. સૌરાષ્ટ્રના અમરેલી જિલ્લાના મૂળ ચલાલા ગામના વતની પ્રણવભાઈ માત્ર 11 વર્ષની નાની ઉંમરે સુરતમાં હીરા ઘસવા માટે આવ્યા હતા.

પ્રણવભાઈએ સુરતમાં રહીને 16 વર્ષ સુધી હીરા ઘસ્યા. પરંતુ તેમના મનમાં બીજું કઈ કરવાનું ઝુનુન હતું. જેથી તેમણે હીરા ઘસવાનું છોડી દીધું. ત્યારબાદ 6 મહિના સુધી તેઓ ધંધાની શોધમાં ફર્યા. આખરે તેમણે ફોટોગ્રાફી કરવાનું નક્કી કર્યું. તેમણે દોઢ વર્ષ સુધી નાના મોટા પ્રસંગોમાં ફોટોગ્રાફી કરવાનું કામ કર્યું.

પ્રણવભાઈ જણાવે છે કે તેમને ધીમે ધીમે લોકો વિડીયો શૂટિંગ માટે બોલાવવા લાગ્યા. તેઓ જણાવે છે કે એકવાર તેમને સુરતની એક કંપનીએ સોંગ માટે ડિરેક્ટરના કામની ઓફર કરી હતી. જેમાં તેમને મોટી સફળતા મળી. તેમણે કિંજલ દવે, ગીતા રબારી, રાકેશ બારોટ, વિજય સુવાળા, અલ્પા પટેલ, કીર્તિદાન ગઢવી જેવા નામાંકિત કલાકારો સાથે કામ કર્યું છે. પોતાની મહેનતના દમ પર તેઓ આજે લાખોની કમાણી કરી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published.