બોર્ડની પરીક્ષામાં ચાલુ પેપરે વિદ્યાર્થીનું મોત, દીકરાનું મોત થતા પરિવાર પર આભ ફાટી પડ્યું

Gujarat

હાલ ગુજરાત બોર્ડની પરીક્ષા ચાલી રહી છે. ત્યારે લાખો વિધાર્થીઓ ખુબ મહેનત કરીને પૂર જોશથી પરીક્ષા આપી રહ્યા છે. આ વચ્ચે અમદાવાદથી એક સનસનાટીભર્યા સમાચાર સામે આવ્યા છે. ધોરણ 12 કોમર્સની પરીક્ષા આપી રહેલા વિદ્યાર્થીનું ચાલુ પેપર મોત થતા લોકોમાં શોકનો માહોલ છવાયો.

બોર્ડની પરીક્ષા આપી રહેલ અમાન આજે રખિયાલમાં આવેલ શેઠ સી એલ સ્કૂલકમાં એકાઉન્ટનું પેપર લખી રહ્યો હતો. આ દરમિયાન તેને હૃદય રોગનો હુમલો આવી જતા અચાનકથી ઉલ્ટી થવા લાગી હતી. જેથી તેને તાત્કાલિક સારવાર અર્થે શારદાબેન હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેને મૃત જાહેર કરતા પરિવારમાં શોકનો આક્રંદ જોવા મળ્યો.

અમાન ગોમતીનગરમાં રહેતો હતો. તે બોર્ડની પરીક્ષા આપી રહ્યો હતો. આ દરમિયાન તેને ચેસ્ટ પેઈન થવા લાગ્યું હતું અને તુરંત ઉલ્ટી થવા લાગી. જેથી તેને સારવાર અર્થે શારદાબેન હોસ્પિટલ ખસેડતા મૃત જાહેર કરાયો. વ્હાલસોયા દીકરાનું મૃત્યુ થતા પરિવારજનોમાં હૈયાફાટ રુદન થઇ રહ્યું છે. જુવાનજોધ દીકરાનું મૃત્યુ થતા પરિવારજનો ભાંગી પડ્યા.

આ પહેલા વર્ષ 2018 પણ ધોરણ 12 વિદ્યાર્થીનું ચાલુ પેપરે મોત થયું હતું. આંકવાનો આ વિદ્યાર્થી સંસ્કૃતનું પેપર લખી રહ્યો હતો આ દરમિયાન ઢળી પડતા કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. ત્યારે હાલ પણ એવી ઘટના સામે આવી છે. ત્યારે મૃતકના પરિવારજનો રડી રડીને બેહાલ થઇ ગયા છે.

ધોરણ 10 અને 12 ની બોર્ડની પરીક્ષાઓ ચાલી રહી છે. ત્યારે પરીક્ષામાં થતી ગેરરીતિને અટકાવવા માટે શહેર અને ગ્રામ્ય વિસ્તારના પરીક્ષાના કેન્દ્રો પર સિસિટીવી કેમેરા મુકવામાં આવ્યા છે. ગત વર્ષે કોરોનના પગલે બોર્ડના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યું હતું. ત્યારે આ વર્ષે લાખો વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપી રહ્યા છે જે 14 એપ્રિલે પૂર્ણ થશે.

Leave a Reply

Your email address will not be published.