કઠિન સંઘર્ષ અને મહેનત સામે મુશ્કેલીઓએ પણ હાર માની લીધી, વિકટ પરિસ્થિતિનો સામનો કરી IAS અધિકારી બન્યા

Story

કહેવાય છે કે સખત મહેનતનો કોઈ વિકલ્પ નથી. જોઈ કોઈ વ્યક્તિ એક વાર કંઈ કરવાનું નક્કી કરી લે અને સંઘર્ષ કરે તો તે સૌથી મુશ્કેલ માર્ગ પણ સરળ બની જાય છે. ગરીબીમાંથી બહાર નીકળીને કેટલાક લોકો આજે પોતાના સપના સાકાર કિરને પોતાનું અને પરિવારનું નામ રોશન કરી રહ્યા છે. ત્યારે અમે તમને આવજ એક આઇએએસ અધિકારીની સફળતાની કહાની જણાવીશું.

યુપએસસીની પરીક્ષા તો ઘણા બધા લોકો પાસ કરે છે. પરંતુ જ્યારે એક રિક્ષા ચાલકનો દીકરો આ કઠિન પરીક્ષા પાસ કરે ત્યારે લોકો માટે તે ચર્ચાનો વિષય બની જાય છે. આવી જ કહાની છે જાંબાઝ ઓફિસર અંસાર અહમદ શેખની. તમને જણાવી દઈએ કે અંસાર શેખને પોતે વેઇટર તરીકે કામ કરવું પડ્યું હતું પરંતુ તેમણે આટલી મુશ્કેલીઓ આવવા છતાંપણ તેમની આંખમાંથી આંસુ પડવા દીધા નથી.

ભલે બાળપણ ગરીબીમાં વીત્યું હતું પણ તેમને સખત મહેનત કરીને પોતાના સપનાઓને સાકાર કર્યા. તેઓ કહે છે કે સપનાઓ મારા હતા પણ તેને ઉડાન મારા માતાપિતાએ આપી. અધિકારી શ્રીના માતા પિતાએ પોતાના દીકરાને ભણાવવા માટે સખત મહેનત કરી જેના પરિણામ સ્વરૂપે અંસાર એક બહાદુર ઓફિસર બન્યા.

અંસાર અહમદ મહારાષ્ટ્રના એક નાનકડા ગામના વતની છે. તેમના પિતા ઓટો રિક્ષા ચલાવતા હતા. અંસાર તેની બે બહેનો અને ભાઈઓ સાથે રહેતા હતા. અંસાર અહમદ બાળપણથી જ વાંચવામાં હોશિયાર હતા. તેના પિતા ઘરના ખર્ચની સાથે સાથે બાળકોના ભણવાનો ખર્ચ પૂરો કરી શકતા નહોતા. જેથી બે ટક ભોજન મળી શકે તે માટે તેમના માતા પણ મજૂરી કામ કરતા હતા.

કેટલીકવાર તેઓ શાળામાં મધ્યાહ્ન ભોજન દરમિયાન જમીને જ પોતાની ભૂખ પૂરી કરતા હતા. એક સમય એવો પણ આવ્યો હતો જ્યારે અંસારના પિતાએ આર્થિક પરિસ્થિતિને કારણે તેનો અભ્યાસ બંધ કરવા માટે અંસાર પર દબાણ કર્યું હતું. જોકે જ્યારે શિક્ષકે તેના પિતાને સમજાવ્યા ત્યારે તે દીકરાને ભણાવવા માટે સંમત થયાં હતા. અંસાર જ્યારે શાળામાં હતા ત્યારે જ તેમણે યુપએસસીની પરીક્ષા આપવાનું વિચાર્યું હતું.

અંસારે પોતાના એક શિક્ષકને સરકારી પરીક્ષાની તૈયારી કરતા જોઈને આ કઠિન પરીક્ષા આપવાનું નક્કી કરી લીધું હતું. કૉલેજના દિવસોમાં જ્યારે તેમને રજાઓ મળતી ત્યારે તેઓ કંઈને કંઈ કામ કરતા હતા અને પૈસા જમા કરતા હતા જેથી તેઓ આ પરીક્ષાની તૈયારી કરવા માટે પુસ્તકો ખરીદી શકે. આ માટે તેમણે હોટલમાં વેઈટર તરીકે પણ કામ કર્યું હતું. જ્યાં તેમને ખાવાની ડિશ પણ ધોવી પડતી હતી.

બાળપણથી જ મુશ્કેલીનો સામનો કરી રહેલા અંસારને ભૂખ પણ તેની મંઝિલ સુધી પહોંચવામાં રોકી શકી નહી. આખરે અંસારના કઠિન સંઘર્ષ અને કડી મહેનત સામે મુશ્કેલીઓએ પણ હાર માની લીધી. અંસારે કડી મેહનતથી 2015ના તેના પ્રથમ પ્રયાસમાં યુપીએસસી પરીક્ષામાં 371મો રેન્ક મેળવ્યો અને આ સાથે આઈએએસ માટે તેમને પસંદ કરવામાં આવ્યા. આજે અંસાર એક સફળ અધિકારી છે અને સતત વિકાસના કામમાં રોકાયેલા છે. તેમણે સખત મહેનત કરીને પોતાના માતાપિતાનું નામ રોશન કર્યું.

Leave a Reply

Your email address will not be published.