ભોલે કા બુલાવા આયા હે, બે વર્ષ બાદ હવે આ તારીખથી ફરી શરૂ થશે અમરનાથ યાત્રા

Religious

ભારત એક ધાર્મિક દેશ છે. અહીં દરેક લોકો જુદા જુદા ધર્મ સાથે જોડાયેલા છે. માત્ર એટલું જ નહીં અહીંના લોકો જુદા જુદા ધાર્મિક સ્થળો પર યાત્રાએ જાય છે અને અનેરો આનંદ ઉઠાવે છે. દર વેશે મોટી સંખ્યામાં લોકો અમરનાથની યાત્રાએ જતા હોય છે. ત્યારે કોરોના મહામારીને કારણે છેલ્લા બે વર્ષની અમરનાથની યાત્રા બંધ હતી.

આ દરમિયાન હાલ યાત્રાળુઓ માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે. કેટલાક લોકો છેલ્લા બે વર્ષથી અમરનાથની યાત્રાએ જવા માટે રાહ જોઈ રહ્યા છે. ત્યારે કોરોના મહામારીને પગલે બે વર્ષથી બંધ અમરનાથ યાત્રા 30 જૂનથી શરૂ થશે. પરંપરા મુજબ અમરનાથ યાત્રા રક્ષા બંધનના દિવસે સમાપ્ત થશે.

આ વર્ષે અમરનાથ યાત્રા 43 દિવસ સુધી ચાલશે. જો કે યાત્રા દરમિયાન કોરોના નિયમોનું કડકપણે પાલન કરાવવામાં આવશે. રવિવારે શ્રી અમરનાથજી શ્રાઈન બોર્ડની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. જમ્મુ કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિન્હાએ બેઠકની અધ્યક્ષતા કરી હતી જેમાં યાત્રા ફેરી શરું કરવાનું નક્કી કરવામાં આવ્યું છે.

શ્રી અમરનાથજી શ્રાઈન બોર્ડના જણાવ્યા અનુસાર જે લોકો અમરનાથ યાત્રામાં જવા માગે છે તેઓ 2 એપ્રિલથી રજિસ્ટ્રેશન કરાવી શકે છે. એક દિવસમાં માત્ર 20 હજાર લોકોના જ રજિસ્ટ્રેશન કરાવવામાં આવશે. યાત્રાના દિવસે તમામ કાઉન્ટરમાં જઈને રજિસ્ટ્રેશન કરાવી શકાય છે. આ વર્ષે શ્રદ્ધાળુઓને અમરનાથની યાત્રા કરવાનો મોકો મળશે.

Leave a Reply

Your email address will not be published.