ભારતમાં જન્મેલુ આ બાળક છે બજરંગ બલીનું સ્વરૂપ, અમેરિકા અને કેનેડાથી લોકો આ બાળકને જોવા આવે છે

Story

ભારત એક ધાર્મિક દેશ છે. ધર્મ સાથે જોડાયેલા આ દેશમાં કેટલાક એવા કિસ્સાઓ સામે આવે છે જે આપણને સતત ભગવાનની અનુભૂતિ કરાવે છે. ત્યારે હાલ આવો જ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ભારતના આ બાળકને લોકો બજરંગબલીનું સ્વરૂપ માને છે અને દેશ વિદેશથી તેને જોવા માટે આવે છે. કારણ જાણીને ચોંકી જશો.

આ ચમત્કારિક બાળક પ્રયાગરાજમાં જન્મ્યું છે. ખરેખર આ બાળકની પાછળ પૂંછડી નીકળેલી છે જેથી લોકો તેને શ્રી રામ ભક્ત બજરંગબલી તરીકે ઓળખે છે. માત્ર એટલું જ નહિ આ બાળકને જોવા માટે દેશ વિદેશથી લોકો આવે છે. બાળકના જન્મ વખતે કોઈ કારણોસર પૂંછડી નીકળી છે જેથી લોકોનું માનવું છે કે બજરંગબલીનું સ્વરુપ છે.

બાળક નાનું હતું ત્યારે પરિવારના લોકોએ આ પૂંછડી પર ધ્યાન આપ્યું નહીં. પરંતુ જેમ જેમ બાળકની ઉંમર વધતી ગઈ તેમ પૂંછડી વધવા લાગી. હાલ આ બાળકની ઉંમર ત્રણ વર્ષ છે. બાળકની માતા જણાવે છે કે પેલા તો આ બાળકના પિતા પૂંછડી કાપવા માટે તૈયાર ન્હોતા. ત્યારબાદ જયારે ઓપરેશન કરીને પૂંછડી કાઢવાનું નક્કી કર્યું ત્યારે પરિવાર પર મુશ્કેલીનો પહાડ તૂટી પડ્યો.

પ્રયાગરાજના કુકુઢી ગામના રહેવાસી રામસુંદરે કવિતા સાથે લગ્ન ક્યાં હતા. લગ્નના ત્રણ વર્ષ બાદ તેમના ઘરે બાળકનો જન્મ થયો. પરંતુ આ બાળક સામાન્ય બાળકની જેમ નહીં પરંતુ પીઠ પાછળ માંસના ટુકડા સાથે જનમ્યો. બાળકની ઉંમર વધતા અહીંથી પૂંછડી બહાર આવવા લાગી.

લોકો આ પૂંછડીના કારણે બાળક સાક્ષાત બજરંગબલીનું સ્વરૂપ છે તેવું કહી રહ્યા છે. ઉપરાંત ભક્તો તેને બજરંગબલી સમજીને દર્શન કરવા પણ આવે છે. આ બાળકને ધીમે ધીમે લોકો ઓળખવા લાગ્યા છે અને તેના વિશે ચર્ચાઓ કરી રહ્યા છે. તેમનજ દેશ વિદેશથી લોકો આ બાળકને જોવા માટે આવી રહ્યા છે.

આ બાબતે ડોક્ટર જણાવે છે કે આ કોઈ જીવલેણ સમસ્યા નથી પરંતુ હોર્મોનલ સમસ્યા છે. જે 20 હજાર લોકોમાંથી એકને થાય છે. આ પૂંછડી સામાન્ય ઓપરેશન દ્વારા કાઢી શકાય છે. પરંતુ પૂંછડી કાપ્યા બાદ જો તે ફરીથી વહળવા લાગે તો તેનું ઇન્ટરનલ ઓપરેશન કરવું પડે જે ઘાતક સાબિત થઇ શેકે છે.

બાળકના પરિવારજનોના જણાવ્યા અનુસાર તેમણે જયારે જયારે આ ઓપરેશન દ્વારા આ પુંછડી કઢાવવાનું નક્કી કર્યું છે ત્યારે ત્યારે તેમના પરિવાર પર સંત આવી પડ્યું છે. જેથી તેના પરિવારજનો પણ હવે આ પૂંછડી કઢાવવાથી ડરી રહ્યા છે. આ બાળકને જોવા માટે લોકો આવી રહ્યા છે જેથી આ બાળક ફેમસ થઇ રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published.