ભયંકર દુર્ઘટના, સગાઈ પ્રસંગે જઈ રહેલી બસ ખીણમાં પડતા 8 વ્યક્તિના મોત અને 45 ઘાયલ

India

વાહનોના ઉપયોગને કારણે લોકોને પરિવહનમાં સરળતા પડી રહી છે. પરંતુ કેટલીકવાર અકસ્માતની એવી ઘટનાઓ સામે આવતી હોય છે ધ્રુજાવી દે છે. હાલ એવો જ સનસનાટીભર્યા કિસ્સો સામે આવ્યો છે. ભયાનક રોડ અકસ્માતમાં થયેલી આ ઘટનામાં 8 લોકોના મોત થયા છે જયારે 45 ઘાયલ થયા છે.

આ ઘટના આંધ્રપ્રદેશના ચિત્તૂરની છે. જેમાં ગત શનિવારે રાત્રે થયેલ ભયાનક બસ દુર્ઘટનામાં 8 લોકોના મોત થયા છે અને 45 લોકો ઘાયલ થયા છે. રિપોર્ટ અનુસાર આ દુર્ઘટના તિરુપતિથી 25 કિલોમીટર દૂર બકરાપેટામાં થઈ હતી. રિપોર્ટ અનુસાર ડ્રાઇવરની બેદરકારીને કારણે બસ ભેખડ પરથી ખાડીમાં પડી હતી.

આ દુર્ઘટનામાં ઘાયલ થયેલા લોકોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર આ બસ એક સગાઈ સમારોહમાં જઈ રહી હતી. આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી જગનમોહન રેડ્ડીએ આ અકસ્માત અંગે શોક વ્યક્ત કર્યો છે. તેમણે મૃતકોના પરિવારજનોને 2 લાખ રૂપિયા અને ઘાયલોને 50 હજાર રૂપિયાનું વળતર આપવાની જાહેરાત કરી હતી.

દુર્ઘટનાની જાણ થતા જ આસપાસના લોકોએ તાત્કાલિક પોલીસને જાણ કરી હતી અને પોતે રાહત કાર્યમાં લાગી ગયા હતા. થોડીવાર પછી પોલીસ અને વહીવટી તંત્રની ટીમ સાથે રેસ્ક્યુ ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ. જો કે રાત્રે અંધારું હોવાથી બચાવ કામગીરીમાં મુશ્કેલી પડી હતી. આવી સ્થિતિમાં રવિવારે વહેલી સવારે લાઇટ થતાં જ ફરીથી બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી.

બચાવ કાર્યના થોડા સમય બાદ ટીમે 7 મૃતકો અને 46 ઘાયલ લોકોને બહાર કાઢ્યા હતા. ઘાયલોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં વધુ એક વ્યક્તિને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. જ્યારે ગંભીર રીતે ઘાયલોને ઉચ્ચ કેન્દ્રમાં મોકલવામાં આવ્યા હતા. જેમાં 5ની હાલત નાજુક છે.

તિરુપતિના પોલીસ અધિક્ષકના જણાવ્યા અનુસાર આંધ્ર પ્રદેશના અનંતપુર જિલ્લાના ધર્માવરમના રહેવાસી લગ્ન પહેલાની સગાઈના કાર્યક્રમ માટે આ બસમાં લગભગ 52 લોકો સાથે તિરુપતિ જઈ રહ્યા હતા. રસ્તામાં ડ્રાઈવરની બેદરકારીને કારણે બસ પહેલા ખડક સાથે અથડાઈ અને પછી 100 ફૂટ ઉંડી ખીણમાં પડી ગઈ. જેમાં 8 લોકોના મોત થયા અને 45 ઘાયલ હાલતમા છે.

Leave a Reply

Your email address will not be published.