આજના સમયમાં લોકો તણાવમાં આવતા આત્મ હત્યા કરી લેતા હોય છે. કેટલાક લોકો પૈસાના દબાવને કારણે આવા પગલાં ભરતા હોય છે. હાલ અમદાવાદમાંથી આત્મ હત્યાનો એક કિસ્સો સામે આવ્યો છે. અમદાવાદના એક યુવકે ચાર વખત લગ્ન કર્યાં હતાં. ચાર લગ્નની નિષ્ફળતા બાદ તેણે મુંબઈના નાલાસોપારાની યુવતી સાથે પાંચમાં લગ્ન કર્યા હતા.
પાંચવાર લગ્ન કરવા છતાં પણ તેમને આત્મ હત્યા કરવાનો વારો આવ્યો. પ્રાપ્ત વિગત અનુસાર લગ્ન કર્યાના થોડાક દિવસમાં આ યુવતી દોઢ લાખ રૂપિયા અને દાગીના લઈને ફરાર થઈ ગઈ હતી. જેથી યુવકે આપઘાત કર્યો અને સ્યુસાઈડ નોટમાં સાત લોકો પર આક્ષેપ લગાવ્યો. જેથી પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે.
મૃતકની માતાના જણાવ્યા અનુસાર યુકેના લગ્નના 15 દિવસ બાદ તેની પત્ની પિયર મળવા જવાનું કહીને જતી રહી હતી. તેઓ જણાવે છે કે જયારે યુવકની અંતિમ વિધિ પતાવીને તેઓ ઘરે આવ્યા ત્યારે તેમણે યુવકની ઉલ્ટી થઇ હોવાથી ઓશિકાનું કવર બગડ્યું હતું તે ધોવા માટે લીધું. આ દરમિયાન મૃતકની માતાને એક ચિઠ્ઠી મળી આવી હતી.
આ ચિઠ્ઠીમાં યુવકે રાજુભાઈ, આશાબહેન, અશ્વિન, મુકેશભાઈ, સૂફિયાન, રાણીની બેન, રાણીની માતા અને રાણીનું નામ લખેલું હતું. તેમણે લખ્યું હતું કે આ લોકોએ નાતભાવના ભેદભાવ વિશે કહીને મારી પાસેથી પૈસા પડાવી લીધા છે. હવે તેઓ છોકરીને મોકલતા પણ નથી અને પૈસા લીધા છે તેવું સ્વીકારતા પણ નથી. મારે ઘણું જીવવું હતું પણ આ લોકોના કારણે મેં આવું પગલું ભર્યું છે.
યુવકના પરિવારજનો આ ચિઠ્ઠી જોઈને ચોંકી ગયા. મૃતક હિતેશે રાની નામની નાલાસોપારાની યુવતી સાથે લગ્ન કર્યા હતા. ત્યારે યુવતી દગો આપીને પૈસા અને ઘરેણાં લઈને ભાગી જતા યુવકને મનમાં લાગી આવ્યું હતું. જેથી તેને આ પગલું ભર્યું હોવાનું જણાવ્યું છે. આ બાબતે યુવકના પરિવાર જનોએ અસલાલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લખાવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.