ગુજરાતમાં હાલ માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક બોર્ડની પરીક્ષાઓ ચાલુ થઇ ગઈ છે. વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા માટે વિધાર્થીઓ પોતાના વાહને લઈને વેળા નીકળી જતા હોય છે જેથી ટ્રાફિકના કારણે મોડું ન થાય. પરંતુ ચત્તા પણ કેટલાક સંજોગો વશ વિધાર્થીઓને પરીક્ષા કેન્દ્ર પર પહોંચવામાં મુશ્કેલી પડતી હોય છે.
અમદાવાદની એક વિદ્યાર્થીની પણ બોર્ડની પરીક્ષા આપવા જતા મુશ્કેલીમાં મુકાઈ હતી જેથી પોલીસે તેને મદદ કરી પ્રામાણિકતા દેખાડી હતી. અમદાવાદની વિદ્યાર્થીની પોતાના પરીક્ષા કેન્દ્રને બદલે ભૂલથી ખોટા કેન્દ્ર પર પહોંચી ગઈ હતી. જેથી પોલીસે વિધાર્થિનીની હિતમાં નિર્ણય લઇ અને તેના પરીક્ષાના સમય પહેલા સાચા કેન્દ્ર પર પહોંચાડીને ઉત્તમ કાર્ય કર્યું.
અમદાવાદની દસમા ધોરણની આ વિદ્યાર્થીની પ્રહલાદનગર કોર્પોરેટ વિસ્તારમાં આવેલી કામેશ્વર વિદ્યાવિહાર શાળામાં પહોંચી હતી. જો કે વિદ્યાર્થિનીનો નંબર જોધપુર વિસ્તારની કામેશ્વર વિદ્યાલયમાં હતો પરંતુ બંને શાળાના નામ મળતાં હોવાથી વિદ્યાર્થીની ભૂલથી પ્રહલાદનગર શાળામાં પરીક્ષા આપવા માટે પહોંચી હતી.
આ દરમિયાન પોલીસે વિદ્યાર્થિનીના હિતમાં નિર્ણય લઈને તેને સમયસર સાચા કેન્દ્ર પર પહોંચાડી હતી. પરીક્ષા 10 વાગે શરૂ થવાની હતી અને સમય પણ ખૂબ ઓછો હતો જેથી આ વિદ્યાર્થિની પોતાની રીતે તેના સાચા પરીક્ષા કેન્દ્ર પર પહોંચે એની શક્યતાઓ સામે પડકાર હતો. જેથી આનંદનગર પોલીસ સ્ટેશનના PI સહિત અન્ય કોન્સ્ટેબલોએ પોલીસની ગાડીમાં આ વિદ્યાર્થીને બેસાડી જોધપુર કામેશ્વર સ્કૂલમાં તેનો નંબર હતો ત્યાં સમયસર પહોંચાડી હતી.
જ્યારે વિદ્યાર્થીની પોતાના બ્લોકમાં પહોંચી ત્યારે વિદ્યાર્થીઓને પ્રશ્નપત્ર આપવાની કામગીરી પૂર્ણ થવાના આરે હતી. જો તેને થોડું મોડું થયું હોત તો પેપર ચૂકાઈ જાત. પરંતુ પોલીસની મદદને કારણે અમદાવાદની આ દસમા ધોરણની વિદ્યાર્થીની પેપરથી વંચિત રહેતા બચી ગઈ અને પરીક્ષા આપી શકી.