રાજસ્થાન કેડરની 2016 બેચની IAS અને UPSC ટોપર ટીના ડાબી ફરીથી લગ્ન કરવા જઈ રહ્યા છે. ટીના ડાબીના ભાવિ પતિ પણ આઈએએસ છે તેમનું નામ પ્રદીપ ગાવંડે છે જે 2013 બેચના IAS ઓફિસર છે. બંનેએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક સાથે ફોટા પણ શેર કર્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર બંને 22 એપ્રિલે જયપુરની એક ખાનગી હોટલમાં લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યા છે.
IAS ટીના ડાબીએ અગાઉ 2018માં અથર ખાન સાથે લગ્ન કર્યા હતા. આ લગ્ન બે વર્ષથી વધુ ન ચાલ્યા અને બંનેએ પરસ્પર સંમતિથી છૂટાછેડા લીધા હતા. ત્યારે હાલ ટીના ડાબી પ્રદીપ ગાવંડે સાથે લગ્ન કરવા જઈ રહ્યા છે. પ્રદીપનો જન્મ મહારાષ્ટ્રમાં થયો છે અને તે ચુરુ જિલ્લાના કલેક્ટર પણ રહી ચૂક્યા છે. યુપીએસસી કરતા પહેલા તેણે એમબીબીએસ કર્યું હતું.
ટીના ડાબી અને પ્રદીપે ઈન્સ્ટાગ્રામ પર એક સાથે ફોટો શેર કર્યા છે. આ ફોટાના કેપ્શનમાં ટીનાએ લખ્યું છે કે તમે મને જે ખુશી આપી રહ્યા છો તે મેં સ્વીકારી છે. કેપ્શનની સાથે હેશટેગ Fiance એટકે કે મંગેતર લખેલું છે. ફોટામાં જોવા મળી રહ્યું છે કે બંનેએ લાલ કપડા પહેર્યા છે. મળતી માહિતી મુજબ પ્રદિવ ગાવંડેના પણ આ બીજા લગ્ન છે.
તમને જણાવી દઈએ કે યુપીએસસીમાં ટોપર રહેલી ટીના ડાબીએ તે જ વર્ષે બીજા નંબરે રહેલા અથર ખાન સાથે લગ્ન કરીને હેડલાઈન્સ બનાવી હતી. ટ્રેનિંગ દરમિયાન બંને વચ્ચે પ્રેમ વધ્યો. આ પછી બંનેએ એકબીજાને ડેટ કર્યા હતા અને પછી વર્ષ 2018માં બંનેએ લગ્ન કરી લીધા હતા. ત્યારે હાલ ટીના ડાબી તેનાથી 13 વર્ષ મોટા પ્રદીપ ગાવંડે સાથે લગ્ન કરવા જઈ રહ્યા છે.